મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ચુક, બખિયારપુરમાં એક યુવકે માર્યો લાફો, જુઓ વીડિયો
બિહારમાં એક યુવકે મુખ્યમંત્રી નીતીશ કુમારને લાફો મારવાનો પ્રયાસ કર્યો છે. લાફો નીતીશ કુમારના ખભા પર વાગ્યો હતો. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરી છે.
Trending Photos
પટનાઃ રાજધાની પટનાના બખિયારપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર હુમલો થયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર એક હોસ્પિટલમાં ગયા. ત્યાં એક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યાં હતા. તે સમયે એક યુવક આવ્યો અને ઝડપથી મંચ પર પહોંચી ગયો હતો. ગાર્ડ પકડવા ગયા ત્યારે યુવકે મુખ્યમંત્રી નીતીશ કુમારને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લાફો તેમના ખભા પર લાગ્યો હતો. તત્કાલ પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. યુવકને બખિયારપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. યુવક કોણ છે? હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી.
મુખ્યમંત્રી નીતીશ કુમારને યુવકે લાફો માર્યો, આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે. હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Bihar | A youth tried to attack CM Nitish Kumar during a program in Bakhtiarpur. The accused was later detained by the Police.
(Viral video) pic.twitter.com/FoTMR3Xq8o
— ANI (@ANI) March 27, 2022
સીએમની સુરક્ષામાં ચુક
આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં ચુક તરીકે જોવામાં આવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સીએમ નીતીશ કુમાર બખિયારપુરમાં એક મૂર્તિ પર માલ્યાર્પણ કરવા ગયા હતા. આ દરમિયાન મંચ પર આવીને યુવકે સીએમ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સીએમના સુરક્ષા જવાનોએ યુવકને કસ્ટડીમાં લઈ લીધો છે. હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ બહેનજીને રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે, આરએસએસે આવો પ્રચાર કરી માંગ્યા મત, માયાવતીનો મોટો દાવો
આ પહેલા પણ નીતીશ કુમાર પર થઈ ચુક્યા છે હુમલા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર આ પ્રથમવાર હુમલો થયો નથી. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ પર હુમલો થયો હતો. નીતીશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્ર પહોંચ્યા હતા. નીતીશ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે