નવી દિલ્હીઃ એક્ટિવિસ્ટ અરૂંધતિ રોય  (Arundhati Roy)નો ભડકાઉ નિવેદનો અને વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. એકવાર ફરી તે પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. તેવા સમયે જ્યારે દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે, અરૂંધતિ રોયે એક વિવિદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશની સરકાર મુસ્લિમો વિરુદ્ધ કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટિવિસ્ટ અરૂંધતિ રોયે કહ્યું કે, સરકાર કોરોના મહામારીને મુસ્લિમો વિરુદ્ધ ઉપયોગ કરીને ફાયદો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર કોરોનાનો ફાયદો ઉઠાવીને મુસ્લિમો પર દમન કરી રહી છે. એક્ટિવિસ્ટે એક વિદેશી ટેલીવિઝનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કોરોનાનો ઉપયોગ હિન્દુ-મુસ્લિમને ભડકાવવા માટે થઈ રહ્યો છે. ભારતમાં સ્થિતિ મુસ્લિમોના જનસંહાર તરફ આગળ વધી રહી છે. 


આ નિવેદન બાદ તેની ખુબ નિંદા થઈ રહી છે. ત્યાં સુધી કે કેટલાક નેતાઓએ સરકારને તેના પર રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરાવવાની અપીલ કરી છે. 


કોરોના વાયરસે લીધો 45 દિવસના બાળકનો જીવ, ભારતનો સૌથી નાનો દર્દી


અરૂંધતિના નિવેદન પર ભાજપે આકરી ટિપ્પણી કરી છે. ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ પલટવાર કરતા કહ્યું કે, અરૂંધતિ રોયનું નિવેદન (જે વિદેશી ટેલીવિઝનને સાક્ષાત્કારમાં આપ્યા છે) કે ભારતીય રાજ્ય કોરોનાને બહાને મુસલમાનોના નરસંહાર કરવાની યોજનામાં છે. તેના પર આ માટે સીધો રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...