નવી દિલ્હી: કેરળમાં કોરોના (Corona Virus) ના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટક (Karnataka) માં પણ કોરોના  બ્લાસ્ટ જોવા મળ્યો છે. અહીં એક કોલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક અપાર્ટમેન્ટમાં એક સાથે 103 લોકો કોરોના સંક્રમિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્સિંગ કોલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
બેંગલુરુ (Bengaluru) ની મંજુશ્રી કોલેજ ઓફ નર્સિંગ (manjushree college of nursing) ના 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 18 વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઈસોલેશનમાં રખાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના છે. 


અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના સંક્રમિત
આ બાજુ બેંગલુરુ (Bengaluru) ના જ બોમનહલ્લી (Bommanahalli) માં એસએનએન રાજ લેકવ્યૂ અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના સંક્રમિત મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમાંથી 96 લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. હાલમાં જ આ એપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી અને ત્યારબાદ આ લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાંથી આટલા મોટા પાયે લોકો કોરોના સંક્રમિત થયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા કમિશનરે આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દિશામાં જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. 


Gujarat નું આ રેલવે સ્ટેશન ખુબ ચર્ચામાં, રેલવે મંત્રીએ Video શેર કરીને કહ્યું- આ હોટલ છે કે રેલવે સ્ટેશન? 


છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા દર્દીઓ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 11,610 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,09,37,320 પર પહોંચી છે. જેમાંથી 1,06,44,858 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે જ્યારે 1,36,549 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube