Gujarat નું આ રેલવે સ્ટેશન ખુબ ચર્ચામાં, રેલવે મંત્રીએ Video શેર કરીને કહ્યું- આ હોટલ છે કે રેલવે સ્ટેશન?
ગુજરાત (Gujarat) ના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં એક એવું ભવ્ય રેલવે સ્ટેશન તૈયાર થયું છે કે જ્યાં મુસાફરો માટે એક ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલે શેર કર્યો છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત (Gujarat) ના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં એક એવું ભવ્ય રેલવે સ્ટેશન તૈયાર થયું છે કે જ્યાં મુસાફરો માટે એક ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલે શેર કર્યો છે. જેમાં ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધી ગાંધીનગર રેલવે સ્ટેશન અંગે જણાવે છે. વીડિયો શેર કરતા પિયુષ ગોયલે લખ્યું કે 'આ એક હોટલ છે કે રેલવે સ્ટેશન?'
750 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે સ્ટેશન
પ્રતિક ગાંધી (Pratik Gadhi) એ વીડિયોમાં જણાવ્યું કે ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station) નું રિડેવલપમેન્ટ લગભગ 750 કરોડ રૂપિયામાં થયું છે.
રેલવે સ્ટેશનમાં છે આ સુવિધાઓ
ગાંધીનગર રેલવે સ્ટેશનમાં પ્રાર્થના રૂમ, બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સ્ટેશનમાં અનેક સુવિધાઓ ઉપરાંત પ્રાથમિક ઉપચાર માટે એક નાની હોસ્પિટલ પણ બનેલી છે.
Is it a hotel or is it a Railway Station? Popular Actor @PratikG80 decodes the mystery of Gandhinagar Railway Station. pic.twitter.com/jQWBm277I1
— Piyush Goyal (@PiyushGoyal) February 16, 2021
ફાઈવ સ્ટાર હોટલ નીચે બન્યું છે સ્ટેશન
ગાંધીનગર રેલવે સ્ટેશન એક ફાઈવસ્ટાર હોટલ નીચે બન્યું છે. હોટલમાં પહોંચવા માટે સ્ટેશનની અંદર જ એક ગેટ બનાવવામાં આવ્યો છે. જેનાથી મુસાફરો ટ્રેનમાંથી ઉતરતા જ હોટલ પહોંચી શકશે.
સીસીટીવીની નિગરાણીમાં આખું સ્ટેશન
સ્ટેશન પરિસરમાં બનેલા નવા બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કેલેટર, બુક સ્ટોલ, ખાણી પીણીના સ્ટોલ સહિત અનેક વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સમગ્ર સ્ટેશન પર નિગરાણી માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
વરિષ્ઠ નાગરિકો માટે ખાસ લિફ્ટ
ફાઈવ સ્ટાર બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટિકિટ વિન્ડોની બાજુમાં જ લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યું છે. જેનાથી પ્લેટફોર્મ સુધી પહોંચવામાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત અન્ય મુસાફરોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ટિકિટ વિન્ડો સુધી પહોંચવા માટે મુસાફરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે