નવી દિલ્લીઃ 2 વર્ષ પહેલા આવેલી કોરોના મહામારીને પગલે ભારતમાં લોકો સાવચેતી રાખે તે માટે કોલર ટ્યુનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે હવે લોકો આ કોલર ટ્યુનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે ઈમરજન્સીના સમયમાં આ કોલર ટ્યુન લોકોનો સમય બરબાદ કરે છે. જો કે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. લોકોને આગામી દિવસોમાં કોરોનાની કોલર ટ્યુનથી મળશે આઝાદી. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ કોરોના કોલર ટ્યુન બંધ કરવા માટે આરોગ્ય મંત્રાલયને પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પણ તમે કોઈને ફોન કરો છો, તો પહેલા તમારે કોરોનાની કોલર ટ્યુન સાંભળવી પડે છે. લોકોએ આ કોરોના કોલર ટ્યુન વિશે ઘણી વખત ફરિયાદ કરી છે કે તે ખૂબ જ પરેશાન કરે છે. રોગચાળા સામે જાગૃતિ ફેલાવવા માટે કોરોના કોલર ટ્યુન શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં કોલર ટ્યુનનો ઉપયોગ કોરોના વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવતો હતો અને હવે કોલર ટ્યુન દ્વારા રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. 


ઈમરજન્સી કોલમાં થાય છે વિલંબ-
અર્જન્ટ કે ઈમરજન્સી કોલ દરમિયાન ઘણી વખત આ કોલર ટ્યુનને કારણે કોલ કનેક્ટ થવામાં વિલંબ થાય છે. જેને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડે છે. જોકે કોરોના કોલર ટ્યુન શરૂ થવાની સાથે 1 દબાવવાથી આ ટ્યુન ઘણી વખત બંધ થઈ જાય છે. હવે ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)એ આ કોલર ટ્યુન દૂર કરવા વિનંતી કરી છે. અહેવાલ મુજબ, આરોગ્ય મંત્રાલય વિભાગની વિનંતીને પગલે કોલર ટ્યુનને બંધ કરવા પર વિચાર થઈ રહ્યો છે.


DoTએ સ્વાસ્થ્ય મંત્રાલયને લખેલા તેના પત્રમાં કહ્યું છે કે પ્રી-કોલર કોલર ટ્યુન ચાલુ રાખવાનો અર્થ છે કે આપાતકાલીન પરિસ્થિતિઓ માટે કરવામાં આવતા આવા મહત્વપૂર્ણ કૉલ્સને રોકવા અને વિલંબિત કરવા. આ કારણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (ટીએસપી) મોબાઈલ નેટવર્ક કોલ કનેક્શનમાં ઘણો વિલંબ કરે છે. હવે તેમાં ફેરફાર કરવાનો અને કોલર ટ્યુન દૂર કરવાનો સમય આવી ગયો છે.