IIT Kanpur નું રિસર્ચ, મેના પ્રથમ સપ્તાહમાં પિક પર હશે કોરોના વાયરસ
Coronavirus Study: IIT પ્રોફેસર મનિંદર અગ્રવાલ પ્રમાણે આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધારે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભારતની પિક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે.
નવી દિલ્હીઃ છેલ્લા 7 દિવસમાં દેશના અલગ-અલગ ભાગમાં કોરોના વાયરસ (Coronavirus) ને લઈને IIT એ એક મેથેમેટિકલ સ્ટડી કરી છે. આ સ્ટડીના આધાર પર નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે મેના પ્રથમ સપ્તાહમાં કોરોના વાયરસ પીક પર હશે અને પછી તેની ગતિ ઘટવા લાગશે.
મહારાષ્ટ્રમાં પીક પર કોરોના
કોરોના વાયરસ (Coronavirus) ને લઈને કરવામાં આવેલા એક એક અભ્યાસ માટે આઈઆઈટી કાનપુર (IIT Kanpur) ના વૈજ્ઞાનિકોએ ગણિતીક મોડલ સૂત્રનો ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાનિકોએ તે પણ દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં વાયરસ પીક પકડી ચુક્યો છે. 30 એપ્રિલ આવતા-આવતા ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ પોતાની પિક પર હશે અને પછી ઘટવા લાગશે.
આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- PM Modi 'કોરોના યોદ્ધા'ની જેમ લડાઈ લડવા માટે સતત બેઠકો કરી રહ્યા છે
કુંભ અને રેલીઓને કારણે બગડી સ્થિતિ?
શું રેલીઓ અને કુંભને કારણે કોરોનાના કેસ વધ્યા છે? તેના જવાબમાં આઈઆઈટીના પ્રોફેસર મનિંદર અગ્રવાલનુ માનવુ છે કે સૌથી વધુ કેસ હાલ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આવી રહ્યા છે. આ બન્ને જગ્યા પર ન રેલી થઈ ન કુંભ થયો. તેથી કોરોના વાયરસ સંક્રમણ વધવા માટે તે કારણ ન હોઈ શકે.
પીક પર ક્યાં પહોંચશે આંકડો?
ક્યાં પહોંચશે કોરોનાનો આંકડો? આ સવાલના જવાબમાં આઈઆઈટી સ્ટડી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 35000 કેસ દરરોજ આવી શકે છે. દિલ્હીમાં આ આંકડો 30000 હોઈ શકે છે. બંગાળમાં 11000, રાજસ્થાનમાં 10000 અને બિહારમાં 9000 કેસ દરરોજ આવી શકે છે.
આ પણ વાંચોઃ lockdown 2021: દિલ્હી બાદ હવે આ રાજ્યમાં 7 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
શું છે સ્ટડીનો આધાર?
પ્રોફેસર મનિંદર અગ્રવાલ પ્રમાણે આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધાર પર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભારતની પિક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે. ત્યારબાદ કેસમાં ઘટાડો થશેચ. આ ગ્રાફ પાછલા વર્ષના સંક્રમણને આધાર બનાવી તૈયાર કરવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે આ કોરોના વાયરસ સાત દિવસ સુધી વધુ પ્રભાવી રહેશે. દેશના જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધુ ઘાતક છે ત્યાંના કેસ અને વાયરસનો અભ્યાસ કરી તારીખ અનુસાર ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક રાજ્ય માટે અલગ-અલગ ગ્રાફ તૈયાર કરી કોરોનાની પીકનો સમય જણાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube