સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- PM Modi 'કોરોના યોદ્ધા'ની જેમ લડાઈ લડવા માટે સતત બેઠકો કરી રહ્યા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે,  સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની નજર છે. 'પ્રધાનમંત્રી સ્વયં એક કોરોના યોદ્ધાની જેમ લડાઈ લડવા માટે 24 કલાક બેઠક કરતા રહે છે.

Updated By: Apr 20, 2021, 05:52 PM IST
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- PM Modi 'કોરોના યોદ્ધા'ની જેમ લડાઈ લડવા માટે સતત બેઠકો કરી રહ્યા છે

નવી દિલ્હીઃ કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Dr Harsh vardhan) એ એમ્સના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે ડોક્ટરોનો જુસ્સો વધાર્યો અને નિર્દેશ આપ્યા. હર્ષવર્ધને કહ્યુ, ઘણા એવા ડોક્ટર હશે જે એમ્સમાં બીજા વિભાગમાં કામ કરતા હશે. ઘણા નર્સો પણ એવા હશે જેણે પાછલા વર્ષે કોવિડમાં સીધી રીતે કામ કર્યુ નથી. આપણી પાસે એવો મેનપાવર છે જેને ટ્રેનિંગ આપી આજે આપણે કોવિડની સારવાર માટે સક્ષમ બનાવી શકીએ છીએ. 

તેમણે કહ્યું કે, સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની નજર છે. હર્ષવર્ધને કહ્યુ, 'પ્રધાનમંત્રી સ્વયં એક કોરોના યોદ્ધાની જેમ લડાઈ લડવા માટે 24 કલાક બેઠક કરતા રહે છે. પોતાના અધિકારીઓ સાથે બેઠક કરે છે. કાલે તેમણે મેડિકલ પ્રોફેશનલ, દવા કંપનીઓના માલિક સાથે બેઠક કરી. રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. એક મેથી મોટો ફેરફાર આવવાનો છે.'

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આજે સવાર સુધી 12,71,00,000 થી વધુ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. મૃત્યુદર 1.18 ટકા છે જે સતત ઘટી રહ્યો છે. બે દિવસ પહેલા દેશમાં 1.93% લોકો આઈસીયૂ બેડ પર હતા તો આજે  1.75% છે. બે દિવસ પહેલા વેન્ટિલેટર પર 0.40 ટકા લોકો હતા આજે પણ એટલા જ છે. 

lockdown 2021: દિલ્હી બાદ હવે આ રાજ્યમાં 7 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube