મુંબઈઃ મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના 48,401 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,01,737 થઈ ગઈ છે. તો વધુ 572 લોકોના મૃત્યુની સાથે મૃત્યુઆંક વધીને 75,849 થી ગઈ છે. આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ 19ના 48,401 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આ વર્ષે 5 એપ્રિલ બાદ પ્રથમવાર એવું થયું છે જ્યારે એક દિવસમાં 50 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. પાંચ એપ્રિલે રાજ્યમાં  47,288 નવા કેસ સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં કુલ 60,226 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા  44,07,818 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, 572માંથી 310 મોત છેલ્લા 48 કલાકમાં થયા છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 86.4 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.49 ટકા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા  6,15,783 છે. રાજ્યમાં  2,47,466 નવા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,38,797 સેમ્પલો ટેસ્ટ કરવામાં આવ્યા છે. 


Bengal: TMC ના ચાર નેતાઓ વિરુદ્ધ રાજ્યપાલે CBI કેસ ચલાવવાની મંજૂરી આપી


7.2 લાખ ઓટો રિક્ષા ચાલકોને રાહત
તો મહારાષ્ટ્રમાં 7.20 લાખ ઓટો રિક્ષા ચાલકોને કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન એકવાર 1500 રૂપિયાની સહાય કરવા માટે 108 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, રવિવારે આ બાબતે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, ચાલકોએ રાહત પેકેજમાટે પરમિટ, બેજ, ગાડી અને આધાર કાર્ડની માહિતી અપલોડ કરવી પડશે ત્યારબાદ રકમ સીધી તેના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube