નવી દિલ્હી: કોરોના મહામારી (Covid-19 Pandemic)ના ઓછા થતાં કેસની વચ્ચે દેશની વિભિન્ન રાજ્યોમાં પ્રતિબંધો (Restrictions)માં ઢીલ આપવામાં આવી રહી છે. દેશના સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં ગત 26 ઓક્ટોબરે 12 મોત નોધાયા હતા. કોરોનાથી થનાર મોતના આ એપ્રિલ 2020 પછી રાજ્યમાં મૃત્યુનો આ સૌથી નાનો આંકડો છે. મહારાષ્ટ્રમાં કોવિડ ડેથ કમિટીના ઈન્ચાર્જ ડૉ. અવિનાશ સૂપે જણાવ્યું છે કે જો પ્રતિબંધ હટાવ્યા પછી ડિસેમ્બર સુધીમાં રોગચાળાના કેસમાં વધારો નહીં થાય તો તેનો અર્થ એ છે કે કોરોના સ્થાનિક એટલે કે એન્ડેમિકમાં ફેરવાઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધી ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં ડો. સૂપે કોરોનાની ત્રીજી લહેર પર જણાવ્યું હતું કે, રાજ્યમાં બીજી લહેર પછી લોકડાઉનમાં ઢીલ આપ્યા પછી કેસોમાં થોડો વધારો નોંધાયો છે. પરંતુ હવે એવી સ્થિતિ રહી નથી. જો કે કેટલાક જિલ્લાઓમાં કેસ વધ્યા છે. આ જિલ્લાઓ સતારા, પુણે અને ઔરંગાબાદ છે. પરંતુ અત્યારે આખા રાજ્ય માટે આ સમસ્યા નથી.


નવા વેરિયન્ટ્સ પર નજર રાખવી પડશે
સૂપે વધુમાં જણાવ્યું હતું કે જો પ્રતિબંધો હળવા કર્યા પછી પણ પરિસ્થિતિ ડિસેમ્બર સુધી એવી જ ચાલુ રહે છે તો આપણે કહી શકીએ કે કોરોના હવે એક ફ્લૂ કે એન્ડેમિકમાં ફેરવાઈ ગયો છે. આનો મતલબ એવો થાય છે કે આપણે હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ કરી લીધી છે, પરંતુ અત્યારે જીનોમ સિક્વન્સિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વાયરસ પર બારીકાઈથી નજર બનાવીને રાખવી પડશે. કોઈ નવા વેરિયન્ટ્સ પર નજર રાખવી પડશે. જો કે, રાજ્યમાં આ પ્રકારનો કોઈ નવો પ્રકાર જોવા મળ્યો નથી.


હવે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે'
સૂપે વધુમાં જણાવ્યું છે કે વાયરસ આપણી વચ્ચેથી સંપૂર્ણપણે જશે નહીં. શક્ય છે કે તે સિઝનલ ઇન્ફેક્શન એટલે કે સ્વાઇન ફ્લૂ જેવું સ્વરૂપ ધારણ કરી શકે. તેથી હવે આપણે તેની સાથે જીવતા શીખવું જોઈએ.


WHO ના મુખ્ય વૈજ્ઞાનિકે પણ આ જ વાત કહી
ઓગસ્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ કહ્યું હતું કે ભારતમાં કોરોના એક રીતે મહામારીના સ્થાનિક તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ડૉ. સૌમ્યાએ જણાવ્યું હતું કે સ્થાનિક તબક્કો ત્યારે હોય છે જ્યારે કોઈ વસ્તી કોઈપણ વાયરસ સાથે જીવતા શીખી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube