નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના મામલામાં ઝડપથી વધારો થયો હતો. દિલ્હીમાં 356 નવા કેસ આવ્યા જ્યારે પશ્ચિમી રાજ્યમાં 352, જે એક દિવસમાં સૈથી વધુ છે. આ રાજ્યોમાં ભારતના કુલ કેસોના 37 ટકા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ મામલા 10 હજારને પાર પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરવાના છે, ત્યારે આશા કરવામાં આવી રહી છે કે લૉકડાઉન વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તબલિગી જમાતને કારણે દિલ્હીને ઘણું નુકસાન થયું છે. અહીં નિઝામુદ્દીન મરકઝ સાથે જોડાયેલા 79 ટકા મામલા સામે આવ્યા છે. સોમવારે કુલ 1276 નવા કેસ સામે આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ આંકડો છે. રવિવારે 763 કેસ આવ્યા હતા. 


દેશમાં કુલ 10450 મામલા
કોરોનાને કારણે સોમવારે 29 નિધનથી કુલ સંખ્યા 358 પહોંચી ગઈ છે જ્યારે દેશમાં આ સમયે કોરોના વાયરસના કુલ કેસ 10450 થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં 160 અને દિલ્હીમાં 28 મૃત્યુ થયા છે. યૂપીમાં રેકોર્ડ કેસ આવ્યા અને 112 નવા મામલાની સાથે આંકડો 589 પહોંચી ગયો છે. 


મહારાષ્ટ્રમાં 2300ને પાર કેસ
મહારાષ્ટ્રમાં કોવિડ-19 સંક્રમણના 352 કેસ સામે આવ્યા ત્યારબાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 પહોંચી ગઈ છે તો મૃત્યુઆંક 160 છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 11 લોકોના મોત થયા ત્યારબાદ મૃતકોની સંખ્યા 160 પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના નવા મામલામાં 242 દર્દી મુંબઈના છે, તો મુંબઈમાં 9 લોકોના મોત પણ થયા છે. 


લૉકડાઉન 2.0 પર આજે જાહેરાત? સવારે 10 કલાકે દેશને સંબોધિત કરશે પીએમ મોદી 


દિલ્હીમાં એક દિવસમાં 356 કેસ
દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસના 356 નવા મામલા સામે આવ્યા અને ચાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1510 થઈ ગઈ છે. દિલ્હી સરકારના અધિકારીઓ પ્રમાણે, કુલ મામલામાંથી 1071 એવા છે જેને વિશેષ અભિયાન દ્વારા કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. સરકારે પાછલા મહિને નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા એક ધાર્મિક કાર્યક્રમ સંબંધિત લોકોને એકાંતવાસમાં મોકલવાના ઉપાય કર્યાં હતા. 


સ્વાસ્ત્ય મંત્રાલય અનુસાર દેશના બાકીના ભાગથી સારા સમાચાર તે છે કે કોવિડ-19થી પ્રભાવિત 25 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઈ મામલો સામે આવ્યો નથી. આ સમયે ભારતના 732 જિલ્લામાંથી 380માં કોરોનાના મામલા સામે આવ્યા છે. 857 લોકો આ સંક્રમણથી સ્વસ્થ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર