નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના આતંક પછી ત્રીજી લહેરમાં તેના વિશે વિચારીને પણ રૂવાટા ઉભા થઈ જાય છે. વર્ષ 2022ની શરૂઆતથી વધી રહેલા કોરોના કેસને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ચૂકી છે. આજની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 1,59,653 નવા કોરોનાના નવા કેસ નોધાયા છે. તે દરમિયાન 40,863 લોકો સ્વસ્થ્ય થયા છે અને 327 લોકોના મોત નિપજ્યા છે.


વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ 4,83,790 લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 10.21% પર પહોંચ્યો છે. પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 151.58 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube