નવી દિલ્હીઃ ભારતમાં એક વાર ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વર્ષના પ્રથમ દિવસે દેશમાં 22755 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. 26 ડિસેમ્બરથી કોરોનાના દૈનિક કેસમાં વૃદ્ધિ થઈ રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે મહામારીની ત્રીજી લહેર પહેલાથી આવી ચુકી છે અને ઓમિક્રોને ડેટલ્ટા વેરિએન્ટની જગ્યા લેવાનું શરૂ કરી દીધું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ફેબ્રુઆરી કે માર્ચમાં કોરોના કેસ પોતાના પિક પર હોઈ શકે છે, તે સમયે દરરોજ બે લાખની નજીક કેસ આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રીના થોડા દિવસની અંદર દેશમાં કોરોના કેસે એકવાર ફરી ગતિ પકડી છે. 26 ડિસેમ્બરથી સતત કેસ વધી રહ્યાં છે. ડિસેમ્બરના મધ્ય સુધી કોરોના કેસ 6000 દરરોજ હતા. પરંતુ અચાનક તેમાં વધારો થયો છે. તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ કર્યાં છે અને કહ્યું કે, ઓમિક્રોનને કારણે ભારતમાં કોરોનાના કેસ વધી શકે છે, તેથી બધાએ તૈયાર રહેવું પડશે. 


શું કહે છે નિષ્ણાંતો
ત્રીજી લહેરને લઈને નિષ્ણાંતો, વૈજ્ઞાનિકોના અલગ-અલગ અનુમાન છે. કોરોનાની ત્રીજી લહેરના સંદર્ભમાં પૂછવા પર નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલે કહ્યુ કે, તે લોકો અને રસીકરણ કવરેજ પર નિર્ભર કરે છે. એક અસરકારક નિવારણ વ્યૂહરચનાના માધ્યમથી કોરોના સંક્રમામણના પ્રસારને રોકી શકાય છે, તેવામાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ઓછી છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે ઓમિક્રોનને કારણે કોરોનાના કેસ વધશે જરૂર પરંતુ આ ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે વધુ ગંભીર નથી. કોરોનાના સર્વાધિક કેસ ફેબ્રુઆરી-માર્ચ સુધી પહોંચવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ નવા વર્ષના પ્રથમ દિવસે મુંબઈમાં કોરોના વિસ્ફોટ, 6 હજારથી વધુ લોકો થયા પોઝિટિવ


મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) ડો. પ્રદીપ વ્યાસે હાલમાં ભવિષ્યવાણી કરી હતી કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધી મહારાષ્ટ્રમાં કુલ બે લાખ કોરોના કેસ હોઈ શકે છે. તેમણે એએનઆઈને જણાવ્યું- રાજ્યમાં વધતા કોવિડ કેસની હાલની પ્રવૃતિની આધાર પર જાન્યુઆરી 2022ના ત્રીજા સપ્તાહ સુધી અમારી પાસે લગભગ બે લાખ સક્રિય કેસની આશા છે. ડો. વ્યાસનું કહેવું છે કે ઓમિક્રોન વધુ ઘાતક નથી, ભ્રામક હોઈ શકે છે. આ તે લોકો માટે સમાન રૂપથી ઘાતક છે જેણે રસી લીધી નથી અને તે કોમરેડિડિટીઝ છે. 


દસમાંથી એક હોસ્પિટલમાં દાખલ
તો આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિંદ્ર અગ્રવાલ અનુસાર, કોરોનાનો પીક માર્ચની શરૂઆતમાં દરરોજ લગભગ 1.8 લાખ કેસની સાથે થશે. 10માંથી એકને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube