નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે વિદ્યાર્થી, મજૂરો, પર્યટકો અને તીર્થયાત્રીઓ જેવા લોકોને પોતપોતાના રાજ્યોમાં જવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેના માટે રાજ્યોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે આ જાણાકરી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યોને તેના માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવા પડશે અને રાજ્ય એક સ્ટાડર્ડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. પોત-પોતાના રાજ્યોમાં પરત લઇ જનાર લોકોની સ્ક્રિનિંગ કરવું પડશે અને તે બસો દ્વારા રોડ માર્ગથી જશે. તેના માટે દરેક રાજ્યને બીજા રાજ્ય પાસેથી પરસ્પરમાં સહયોગ કરવા માટે કહ્યું છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં ના ફક્ત ડબલિંગ રેટ વધી રહ્યો છે પરંતુ રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. દેશમાં મોતની ટકાવારી 3.2 ટકા છે, જેમાં 65 ટકા મેલ છે જ્યારે 35 ટકા ફીમેલ છે. 


હવે કેસ 11 દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જેટલા પણ મોત થયા છે તેમાંથી 78 ટકા કેસમાં પહેલાંથી જ દર્દીને કોઇ બિમારી ન હતી.


તો બીજી તરફ રાજ્યોના ડબલિંગ રેટ કેન્દ્રની અપેક્ષાએ સારા છે. અહીં ડબલિંગ રેટ 11 દિવસથી 20 દિવસ વચ્ચે ચાલી રહ્યો છે. દિલ્હીમાં 11.3 દિવસ, યૂપીમાં 12 દિવસ, જમ્મૂ કાશ્મીરમાં 12.2 દિવસ, ઓરિસ્સામાં 13 દિવસ, રાજસ્થાનમાં 17.8 દિવસ, તમિલનાડુમાં 19.1 દિવસ અને પંજાબમાં 19.5 દિવસ છે.

તો બીજી તરફ કર્ણાટકમાં ડબલિંગ રેટ 21.6 દિવસ, લદ્દાખમાં 24.2 દિવસ, હરિયાણામાં 24.4 દિવસ, ઉત્તરાખંડમાં 30.3 દિવસ, કેરલમાં 37.5 દિવસ છે. અસમમાં ડબલિંગ રેટ 59 દિવસ, તેલંગાણામાં 70.8 દિવસ, છત્તીસગઢમાં 89.7 દિવસ, હિમાચલ પ્રદેશમાં 191.6 દિવસ છે. તો બીજી તરફ દેશમાં ડબલિંગ રેટ સરેરાશ 11 ટકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર