ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન (harsh vardhan) પણ હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 14 દિવસોમાં આપણો ડબલિંગ રેટ 8.7 રહ્યો છે. જ્યારે કે, 7 દિવસોમાં તે 7.2 હતો, ગત બે દિવસોમાં તે લગભગ 10.9 રહ્યો છે. 


Breaking : અમદાવાદમાં કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડાને કોરોના નીકળ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 7 દિવસોમાં 80 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. ગત 28 દિવસોમાં 17 જિલ્લાઓમાં કોઈ કોરોનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. 


ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના વાયરસનો આતંક મચેલો છે. આ સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તાજા આંકડા પર નજર કરીએ તો, કોરોનાના કેસ મામલે દેશમાં અત્યાર સુધી કુલ 29435 કેસ સામે આવ્યા છે. 


કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા


6869 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂક્યા છે. તેમજ 934 લોકોના આ મહામારીને કારણે મોત નિપજ્યા છે.  ગત 24 કલાકમાં દેશમાં 1543 નવા કેસ સામે આવ્યા છે અને 62 લોકોના મોત નોંધાયા છે. ચોંકાવનારા આંકડા એ છે કે, ગત 24 કલાકમાં આ આંકડો કોરોનાના મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર