ભુવનેશ્વરઃ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં એક સરકારી સહાયતા પ્રાપ્ત હાઈ સ્કૂલની 53 છાત્રાઓ અને સંબલપુરના વીર સુરન્દ્ર સાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR), બુર્લાના 22 એમબીબીએસ વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ દિવસમાં કોરોના થયો છે. તેનો તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના કેસ વધીને 10,47,386  થઈ ગયા છે. 70 બાળકો સહિત 212 લોકોના સંક્રમણ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. અધિકારીએ કહ્યું કે, નવા બે મોત થવાની સાથે કુલ મૃત્યુઆંક 8396 થઈ ગયો છે. 


સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલના ડેમિસ્ટ્રેસ સિસ્ટર પેટ્રીકાએ કહ્યું- યુવતીઓને અલગ કરી દેવામાં આવી છે અને તેની સારવાર માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. તેની સ્વાસ્થ્ય સ્થિતિ સામાન્ય છે, જ્યારે શિક્ષણ સંસ્થાને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે. સંક્રમિત થયેલી વિદ્યાર્થિનીઓ ધોરણ 8, 9 અને 10માં અભ્યાસકરે છે. તેમાંથી ઘણાને શરદી અને ઉધરસના લક્ષણ જોવા મળ્યા બાદ કોવિડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જિલ્લા તંત્ર અને સ્વાસ્થ્ય અધિકારીઓને તે વિશે માહિતી આપી દેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Kirti Azad Joins TMC: TMC માં સામેલ થયા કીર્તિ આઝાદ અને પવન વર્મા, મમતા બેનર્જીએ કર્યું સ્વાગત


વીઆઈએમએસએઆર, બુર્લાના એમબીબીએસના 22 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓને શંકા છે કે સંક્રમણ હાલમાં આયોજીત સંસ્થાના વાર્ષિક સમારોહથી ફેલાયો હશે. તેમણે પરિસરની હાલની સ્થિતિ પર એક તત્કાલ બેઠલ બોલાવી છે. 


ખુર્દા જિલ્લામાં સૌથી વધુ 90 દર્દી સામે આવ્યા, રાજધાની ભુવનેશ્વર પણ આ જિલ્લાનો ભાગ છે. ત્યારબાદ સુંદરગઢમાં 39 જ્યારે મયૂરભંજમાં સંક્રમણના 13 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યના 14 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી. ખુર્દા જિલ્લામાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2.33 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીં સંક્રમણ દર 4.48 ટકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube