Kirti Azad Joins TMC: TMC માં સામેલ થયા કીર્તિ આઝાદ અને પવન વર્મા, મમતા બેનર્જીએ કર્યું સ્વાગત
Kirti Azad Joins TMC: કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને જનતા દળ (યૂનાઇટેડ) ના પૂર્વ મહાસચિવ પવન વર્મા ટીએમસીમાં સામેલ થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Kirti Azad Joins TMC: કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને જનતા દળ (યૂનાઇટેડ) ના પૂર્વ મહાસચિવ પવન વર્મા આજે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સામેલ થઈ ગયા છે. બંને નેતાઓનું ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટીમાં સ્વાગત કર્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પૂર્વ સલાહકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પવન વર્માને 2020માં જેડીયૂએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
પવન વર્માએ કહ્યુ કે, હું ટીએમસીમાં જોડાયો છું. જેડીયૂ છોડ્યા બાદ ઘણો વિચાર કર્યા બાદ મેં આજની રાજકીય પરિસ્થિતિને જોતા લાગે છે કે કોઈપણ લોકતંત્રમાં એક મજબૂત વિપક્ષનું હોવુ જરૂરી છે. સરકારને લોકતાંત્રિક રીતે પડકાર આપવો જરૂરી છે. હું આશા કરૂ છું કે વર્ષ 2024માં મતતા બેનર્જી રાષ્ટ્રીય ચૂંટણી જીતીને દિલ્હીમાં હશે.
Cricketer-turned-politician, Shri @KirtiAzaad joined our Trinamool Congress family today, in the presence of our Chairperson @MamataOfficial and our National General Secretary @abhishekaitc.
We welcome him warmly and look forward to working together in this new journey! pic.twitter.com/89CWO3yCRW
— All India Trinamool Congress (@AITCofficial) November 23, 2021
શું બોલ્યા કીર્તિ આઝાદ?
કીર્તિ આઝાદે ટીએમસીમાં સામેલ થયા બાદ કહ્યુ કે, મમતા બેનર્જીએ જમીન પર ઉતરીને લડાઈ લડી છે. મેં પણ હંમેશા આ પ્રયાસ કર્યો છે કે લોકો માટે લડાઈ સીધા જમીન પર ઉતરીને લડવામાં આવે. જે લોકો દેશને વિભાજીત કરવાનું કામ કરી રહ્યા છે તેની વિરુદ્ધ લડાઈ લડીશ.
કીર્તિ આઝાદ 1983ની ક્રિકેટ વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય હતા. ડિસેમ્બર 2015માં દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘમાં કથિત અનિયમિતતાઓ તથા ભ્રષ્ટાચારને લઈને તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધતા ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. તેઓ 2018માં કોંગ્રેસમાં સામેલ થયા હતા.
આઝાદ બિહારની દરભંગા લોકસભા સીટથી ત્રણ વખત ચૂંટણી જીતી ચુક્યા છે. 2014માં તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે