નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના બેકાબૂ થઈ ગય છે. છેલ્લા 24 કલાકમાં 21 હજાર 259 સંક્રમિતો સામે આવ્યા છે. કોરોનાને લીધે વધુ 24 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે પોઝિટિવિટી રેટ વધીને 25.65 ટકા પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો લાગૂ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા શુક્રવારે દિલ્હીમાં 17 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. તો નવ લોકોના મૃત્યુ થયા હતા. આ રીતે કુલ એક્ટિવ કેસની સંખ્યા 40 હજારની પાસે પહોંચી ગયા છે. સરકાર પણ સંક્રમણ અટકાવવા સતત પ્રતિબંધો લગાવી રહી છે. આ ક્રમમાં સરકારે જે વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત કરી હતી તે શરૂ થઈ ગયું છે. શુક્રવારની રાત્રે 10 કલાકથી લઈને સોમવારે સવારે પાંચ કલાક સુધી કર્ફ્યૂ લાગ્યું હતું. 


Warning: કોરોનાની દવા Molnupiravir વૃદ્ધોને આપવામાં આવે, યુવા લોકોને નહીં, જાણો કારણ  


તેમણે કહ્યું હતું કે આજે દિલ્હીમાં જે લોકો હોસ્પિટલમાં દાખલ છે, તેવા લોકોની સંખ્યા ખુબ ઓછી હશે જે માત્ર કોરોનાની બીમારી માટે હોસ્પિટલ આવ્યા છે. જરૂર પડશે તો અમે 37 હજાર સુધી બેડ તૈયાર કરી, 11000 આઈસીયૂ બેડ તૈયાર કરી શકીએ છીએ. દિલ્હીમાં દરેક પ્રકારના લોકો સંક્રમણનો શિકાર થઈ રહ્યાં છે. એક જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી સુધી દિલ્હી પોલીસના એક હજારથી વધુ જવાન સંક્રમણનો શિકાર થઈ ચુક્યા છે. 


આ વચ્ચે દિલ્હી સરકારે તમામ ખાનગી કાર્યાલયમાં કામ કરનાર લોકોને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનું કહ્યું છે. સરકારી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. બજાર એકી-બેકી આધારે ખોલવામાં આવી રહી છે. જેનાથી સંક્રમણ દર ઘટાડી શકાય. પરંતુ પ્રદેશમાં નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube