Warning: કોરોનાની દવા Molnupiravir વૃદ્ધોને આપવામાં આવે, યુવા લોકોને નહીં, જાણો કારણ

કોરોનાની દવા  Molnupiravir ને લઈને COVID-19 Working Group of NTAGI ના ચેરમેન એનકે અરોડાએ ચેતવણી આપી છે કે આ દવા વૃદ્ધોને આપવામાં આવે, યુવાન લોકોને નહીં. તેની પાછળ શું કારણ છે, જુઓ વીડિયો. 
 

Warning: કોરોનાની દવા Molnupiravir વૃદ્ધોને આપવામાં આવે, યુવા લોકોને નહીં, જાણો કારણ

નવી દિલ્હીઃ એન્ટીવાયરલ ડ્રગ્સ મોલનુપિરાવિરના ઉપયોગને લઈને નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન  (NTAGI) ના ચેરમેન ડોક્ટર એન.કે. અરોડાએ કહ્યુ કે મોલનુપિરાવિર ડ્રગ દર્દીઓને હોસ્પિટલાઇઝેશન અને આઈસીયૂમાં દાખલ થવાથી બચાવે છે. પરંતુ આ સાથે તેમણે ચેતવણી આપતા કહ્યું કે, આ દવા વૃદ્ધોને આપવી જોઈએ, યુવાન લોકો એટલે કે પ્રજનની ઉંમરવાળા લોકોને ન આપવી જોઈએ. તેમમે કહ્યું કે, આ દવા તે વૃદ્ધોને આપવી જોઈએ, જે પહેલાથી ગંભીર બીમારીઓથી પીડિત છે. પરંતુ સાથે ચેતવણી આપી કે મોલનુપિરાવિરનો કારણ વગર ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. 

મહત્વનું છે કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ એન્ટી વાયરલ ડ્રગને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી અને હેલ્થ નિષ્ણાંતનો દાવો છે કે આ દવા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર પણ અસરકારક છે. કોરોનાની દવા કહેવાતી મોલનુપિરાવિરને તાવ-શર્દીના દર્દીઓ માટે બનાવવામાં આવી હતી. આ વેક્સીન નહીં, પરંતુ ઓરલ ડ્રગ છે, જેને ખાવી પડે છે. તેને ફાર્મા કંપની મર્ક અને રિજબૈકે બનાવી છે, આ દવાનો ઉપયોગ કોરોના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે. 

— ANI (@ANI) January 11, 2022

મોલનુપિરાવિર દવા વાયરસના જેનેટિક કોડમાં ગડબડી કરી તેની ફોટોકોપી થવાથી રોકે છે અને તે કેપ્સૂલમાં મળે છે. તેને કોરોનાથી સંક્રમિત થનાર 18 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને આપવાની વાત કહેવામાં આવી રહી છે. હવે એનકે અરોડાએ ચેતવણી આપી છે કે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ દવા પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. યુવાઓમાં સ્પર્મ પર પ્રભાવ પાડે છે, તેથી તેનો ઉપયોગ વૃદ્ધો માટે કરવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news