નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus)ના કેસમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,376 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 92,22,217 પર પહોંચ્યો છે. જેમાંથી 4,44,746 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 86,42,771 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 481 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,34,699 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે આ કોરોના રસી છે મહત્વની!, જાણો તેની ખાસિયતો અને કિંમત 


છેલ્લા 24 કલાકમાં 11 લાખ લોકોના કોરોના ટેસ્ટ
ICMRના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 લાક 59 હજાર 32 ટેસ્ટ કરાયા. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો 13 કરોડ 48 લાક 41 હજાર 307 પર પહોંચ્યો છે. વધુ ટેસ્ટિંગના કારણે કોરોના સંક્રમિતોને શોધવામાં મદદ મળી રહી છે. 


Congress ના દિગ્ગજ નેતા Ahmed Patel નું નિધન, એક મહિના પહેલા થયો હતો કોરોના


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 
અલાહાબાદ હાઈકોર્ટે માસ્ક પહેરવાની નિગરાણીના પણ નિર્દેશ આપ્યા છે અને કહ્યું કે પ્રશાસન માસ્ક પહેરવાના નિયમોને અનિવાર્ય રીતે કડકાઈથી લાગુ કરે. આ માટે રેન્ડમ ટેસ્ટિંગ પણ થવું જોઈએ.