Corona ના નવા વેરિએન્ટે વધારી સરકારની ચિંતા, રાજ્યોએ જાહેર કરી આ એડવાઇઝરી
વિદેશમાં કોરોના (Coronavirus) નો નવો વેરિએન્ટ (Corona New Variant) સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. સરકારે પત્ર જાહેર કરી તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
નવી દિલ્હી: વિદેશમાં કોરોના (Coronavirus) નો નવો વેરિએન્ટ (Corona New Variant) સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. સરકારે પત્ર જાહેર કરી તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
આ ત્રણે દેશોમાં મળ્યા વેરિએન્ટ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) ના અનુસાર બોત્સવાના, સાઉથ આફ્રીકા અને હોન્ગકોન્ગમાં કોરોનાના નવા વેરિએન્ટ B.1.1529 ના નવા કેસ સામે આવ્યા છે. આ વેરિએન્ટ પહેલના વેરિએન્ટના મુકાબલે વધુ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. એટલા માટે તમામ રાજ્ય અને પ્રદેશ સરકારો સાવધાન રહે.
'વિદેશી ટ્રાવેલરનું કરો સઘન ચેકિંગ'
મંત્રાલય (Ministry of Health) એ કહ્યું કે વિદેશોમાંથી આવનાર તમામ લોકોનું ટેસ્ટિંગ સઘન કરવામાં આવે. જો કોઇ ટ્રાવેલર પોઝિટિવ નિકળે છે તો તેનું સેમ્પલ INSACOG જીનોમ સીક્વેંસિંગ લેબોરેટરીવાળા રાજ્યમાં મોકલે. જેથી સમય રહેતા પિડિતોની સારવાર કરવાની સાથે જ આ વેરિએન્ટની સારવાર શરૂ કરવામાં આવી શકે.
Mobile બાદ Oppo હવે ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લાવશે, વ્યાજબી EV ની આશા જાગી
અત્યાર સુધી મળ્યા આટલા કેસ
નેશનલ ઇંસ્ટીટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિજીજના અનુસાર વૈજ્ઞાનિક અત્યારે આ નવા કોરોના વેરિએન્ટ (Corona New Variant) ના સંભવિત પ્રભાવોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિદેશમાં આ વેરિએન્ટના અત્યાર સુધી 22 કેસ સામે આવી ચૂક્યા છે. ગત વર્ષે દક્ષિણ આફ્રીકામાં સૌથી પહેલાં કોરોનાના બીટા વેરિન્ટની ખબર પડી હતી. આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રીકામાં કોરોના વેરિએન્ટ સી. 1.2 ની શોધી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube