Mobile બાદ Oppo હવે ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લાવશે, વ્યાજબી EV ની આશા જાગી

91 મોબાઇલ્સના રિપોર્ટ અનુસાર Oppo ભારત માટે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામ કરી રહી છે. કંપની ભારતીય બજારમાં કોમ્પેક્ટ કાર પણ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે જે ટાટા નેનોના આકારની હશે તેની ખૂબ કિંમત ખૂબ ઓછી હશે.

Mobile બાદ Oppo હવે ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લાવશે, વ્યાજબી EV ની આશા જાગી

નવી દિલ્હી: ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવતી નામચીન સ્માર્ટફોન કંપની Oppo આપણા માર્કેટ માટે મોબાઇલ ફોન બાદ હવે ઇલેક્ટ્રિક કારો પણ લાવવાની તૈયારી કરી રહી છે. જોકે Oppo એ આ સમાચાર પર કોઇ સત્તાવાર જાણકારી ઉપલબ્ધ કરાવી નથી. આ કાર પર કામ હજુ પ્રાથમિક તબક્કે છે અને 2023 ના અંત સુધી અથવા 2024 ની શરૂઆત સુધી કંપની તેને ભારતમાં લોન્ચ કરી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગ કોઇનાથી છુપાયેલી નથી અને એટલા માટે કંપનીઓને દેશના ઇલેક્ટ્રિક બજારમાં આશા જોવા મળી રહી છે. 

કોમ્પેક્ટ કાર પણ લોન્ચ કરવાનો પ્લાન
91 મોબાઇલ્સના રિપોર્ટ અનુસાર Oppo ભારત માટે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામ કરી રહી છે. કંપની ભારતીય બજારમાં કોમ્પેક્ટ કાર પણ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે જે ટાટા નેનોના આકારની હશે તેની ખૂબ કિંમત ખૂબ ઓછી હશે. સ્કૂટરની વાત કરીએ તો દેશમાં Oppo નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતને 1 લાખથી ઓછી રાખવાની છે. જોકે તેના પર સત્તાવાર જાણકારી કંપની પુરી પાડી નથી. 

ભાવમાં ખૂબ પ્રતિસ્પર્ધા વધવાનું અનુમાન
ફક્ત Oppo જ નહી, દુનિયાભરના બજારમાં રજૂ કરવા માટે દિગ્ગજ કંપની Apple INC પણ 2024 સુધી ઇલેક્ટ્રિક કાર લાવવાની જાહેરાત કરી ચૂકી છે. તો બીજી તરફ Xiaomi, Redmi અને Mi પણ ઇલેક્ટ્રિક વાહનો બજારમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી ચૂકી છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં આ કંપનીઓની હાજરીથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ફોર વ્હીલરની કિંમતોમાં સ્પર્ધા વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news