દેહરાદૂનઃ કોરોનિલ દવા પર પતંજલિએ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગને નોટિસનો જવાબ આપતા કોરોનાની સારવારના દાવાથી ઇનકાર કર્યો છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાયસન્સ અધિકારી વાઇ.એસ. રાવતે જણાવ્યુ કે, પતંજજલિએ નોટિસના જવાબમાં લખ્યું કે- કોરોના કિટ નામથી કોઈ કિટ અમે પેક કરી નથી. અમે માત્ર દિવ્ય કોરોનિલ ટેબલેટ, દિવ્ય અણુ તેલ અને શ્વાસારી વટીને પેક કરી છે. તેને કોરોના કિટ નામથી પેક કરવામાં આવી નથી, તેથી મંજૂરીની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈ.એસ. રાવતે જણાવ્યુ કે, અમને લાગે છે કે તેણે (પતંજલિ) કોરોનિલની ટેબલેટ પર કોરોનાનું ચિત્ર લગાવ્યું છે, તેનાથી તે ઇનકાર કરી રહ્યાં છે. અમે તેને ચિત્ર હટાવવા માટે આદેશ આપીશું. મહત્વનું છે કે ઉત્તરાખંડ આયુષ વિભાગ પાસેથી મળેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે, તેણે કોરોનાની કોઈ દવા બનાવી નથી. હાલમાં યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં કોરોનિલનું લોન્ચિંગ થયું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube