Corona: દેશના 70 જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યામાં 150% નો વધારો, સરકાર ચિંતાતૂર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે એક માર્ચથી 15 માર્ચ વચ્ચે 16 રાજ્યોના કુલ 70 જિલ્લામાં કોવિડ 19 (Covid 19) ના એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે એક માર્ચથી 15 માર્ચ વચ્ચે 16 રાજ્યોના કુલ 70 જિલ્લામાં કોવિડ 19 (Covid 19) ના એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.
કુલ 70 જિલ્લામાં સૌથી વધુ કેસ
તેમણે કહ્યું કે 16 રાજ્યોના લગભગ 70 જિલ્લામાં એક માર્ચથી 15 માર્ચ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો જોવા મળ્યો અને 17 જિલ્લાના 55 ગામમાં 100થી 150 ટકાનો વધારો નોંધાયો. ભૂષણે કહ્યું કે આ રાજ્યોમાં અમે રસીકરણમાં ઝડપ લાવવા અને તમામ લાભાર્થીઓને રસી આપવાનું કહ્યું છે.
60 ટકા સંક્રમિતો ફક્ત મહારાષ્ટ્રમાં
રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારા પર તેમણે કહ્યું કે તમામ એક્ટિવ દર્દીઓની સંખ્યામાંથી 60 ટકા ફક્ત મહારાષ્ટ્ર (Maharashtra) માં છે અને મહામારીથી થનારા હાલના મોતના પણ 45 ટકા મોત મહારાષ્ટ્રમાં થઈ છે. તેમણે કહ્યું કે એક માર્ચે સંક્રમણના 7741 કેસ સામે આવ્યા હતા. 15 માર્ચ સુધીમાં આ સંખ્યા વધીને સરેરાશ 13527 થઈ ગઈ. સંક્રમણનો દર એક માર્ચે 11 ટકા હતો જે 15 માર્ચ સુધીમાં 16 ટકા થઈ ગયો.
મહારાષ્ટ્ર સરકાર તપાસ વધારે
સંક્રમણના વધતા દર પર ચિંતા વ્યક્ત કરતા ભૂષણે કહ્યું કે તપાસની સંખ્યા તે દરથી નથી વધી રહી જે પ્રકારે સંક્રમણના દરમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આથી રાજ્યોને ખાસ કરીને મહારાષ્ટ્રને અમારી સલાહ છે કે તપાસના દર, ખાસ કરીને આરટી પીસીઆરનો દર વધારવામાં આવે.
Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube