હરિદ્વારઃ કોરોનાની દવા કોરોનિલ બનાવવાનો દાવો કરનારી પતંજલિની મુશ્કેલી વધી શકે છે. રાજસ્થાન સરકારે બાબા રામદેવ પર કેસ નોંધાવવાની વાત કરી છે તો હવે ઉત્તરાખંડ સરકારે પણ પતંજલિને નોટિસ ફટકારવાની તૈયારી કરી છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ નોટિસ ફટકારી છે અને પૂછ્યું કે દવા લોન્ચ કરવાની મંજૂરી ક્યાંથી મળી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડ આયુર્વેદના લાયસન્સિંગ ઓફિસરનું કહેવુ છે કે પતંજલિની એપ્લીકેશન પર અમે લાઇસન્સ આપ્યું હતું. આ એપ્લીકેશનમાં ક્યાંય કોરોના વાયરસનો ઉલ્લેખ નહતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ઇમ્યૂનિટી વધારવા, કફ અને તાવની દવા બનાવવાનું લાયસન્સ લઈ રહ્યાં છીએ. વિભાગ તરફથી પતંજલિને નોટિસ ફટકારવામાં આવી છે. 


આ પહેલા રાજસ્થાન સરકારે બાબા રામદેવના કોરોનાની દવા કોરોનિલ શોધવાના દાવાનો ફ્રોડ ગણાવ્યો છે. રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માનું કહેવું છે કે મહામારીના સમયે બાબા રામદેવે તે રીતે કોરોનાની દવા બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે સારી વાત નથી. 


સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યુ કે, આયુષ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર બાબા રામદેવે આઈસીએમઆર અને રાજસ્થાન સરકાર કોઈપણ પાસેથી કોરોનાની આયુર્વેદ દવાના ટ્રાયલ માટે મંજૂરી લેવાની જરૂર હતી, પરંતુ મંજૂરી વગર અને કોઈપણ માપદંડના ટ્રાયલ વગર દાવો કરવામા આવ્યો છે, જે અયોગ્ય છે. 


S-400 મિસાઈલ સિસ્ટમ..જેના ભારતમાં આગમનના ભણકારા માત્રથી ચીનના ધબકારા વધી ગયા


તો આ અંગે કેન્દ્રીય આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપદ નાયકે કહ્યુ કે, બાબા રામદેવે પોતાની દવાની જાહેરાત મંત્રાલયની મંજૂરી વગર મીડિયામાં ન કરવી જોઈએ. અમે તેની પાસે જવાબ માગ્યો છે અને મામલો ટાસ્ક ફોર્સને મોકલ્યો છે. બાબા રામદેવ પાસે જે જવાબ માગવામાં આવ્યા હતા, તેમણે તે જવાબ આપ્યા છે. 


ઉલ્લેખનીય છે કે ગઈકાલે રામદેવે દાવો કર્યો હતો કે પતંજલિએ કોરોનાની દવા બનાવી લીધી છે, જેને નામ આપવામાં આવ્યું કોરોનિલ. બાબા રામદેવના દાવા પર આયુષ મંત્રાલયે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે જવાબ માગવામાં આવ્યા છે. હવે સરકારની મંજૂરી વગર બાબા રામદેવ કોરોનિલનું વેચાણ કરી શકશે નહીં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube