Corona દર્દીના લોહીથી બીમારીની ગંભીરતા તથા મૃત્યુની સંભાવના ખબર પડી જશે: સ્ટડી
Coronavirus: કોરોના દર્દીના લોહીના પ્લાઝમામાં એક અલગ પ્રકારના પ્રોટીનની ઓળખ કરાઈ છે. જેનાથી એ અંદાજો લગાવવામાં મદદ મળી શકે છે કે દર્દીને આગળ જઈને કેટલી સમસ્યા થઈ શકે છે.
જ્યારથી કોરોનાનો પ્રકોપ આવ્યો છે ત્યારથી દુનિયાના દરેક વૈજ્ઞાનિક તેને લઈને નવા પ્રકારના સ્ટડી કરી રહ્યા છે. અત્યાર સુધી એક થી એક સ્ટડી થઈ ચૂક્યા છે અને દર વખતે ચોંકાવનારા પરિણામ મળ્યા છે. આ જ કડીમાં અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચર્સે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિસર્ચર્સે કોવિડ 19થી સંક્રમિત લોકોના લોહી પ્લાઝમામાં વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની ઓળખ કરી છે જે એ અંદાજો લગાવવામાં મદદ કરી શકે છે કે રોગીઓને શ્વાસ લેવા માટે વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી શકે છે કે નહીં અને કયા વાયરસથી મૃત્યુની સંભાવના સૌથી વધુ છે. રિસર્ચર્સે 332 કોવિડ 19 દર્દીઓના લોહીના પ્લાઝમાના નમૂનાઓનો અભ્યાસ કર્યો જેમાં આ વાતનો ખુલાસો થયો છે.
પ્રોટીનથી ખબર પડશે બીમારીની ગંભીરતા
રિસર્ચના પ્રમુખ ઈન્વેસ્ટિગેટર કાર્લોસ ક્રુચાગાએ કહ્યું કે હાનિકારક પ્રોટીનની ઓળખ કરવું મદદગાર થઈ શકે છે કારણ કે આપણે ફક્ત વાઈરસના વેરિએન્ટનો જ સામનો કરીએ છીએ એવું નથી કે જે કોવિડ 9નું કારણ બને છે, પણ ભવિષ્યમાં નવા વાયરસ પણ સામે આવી શકે છે. અને તેની સામે લડવામાં મદદ મળી શકે છે. ક્રુચાગાએ વધુમાં કહ્યું કે આપણે એક કોવિડ સંક્રમણવાળી વ્યક્તિની લોહી લેવામાં સક્ષમ થઈ શકીએ છીએ, આ પ્રમુખ પ્રોટીનોના સ્તરની તપાસ કરી શકીએ છીએ અને ગંભીર પરિણામો માટે જોખમનું ઝડપથી જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે તે જાણકારીનો ઉપયોગ કરીને સમયસર યોગ્ય સારવાર પણ શોધી શકીએ છીએ.
અત્રે જણાવવાનું કે શોધકર્તાઓની ટીમે અમેરિકાના સેન્ટ લુઈસમાં બાર્ન્સ-જેવિશ હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓના પ્લાઝમા નમૂનાનો અભ્યાસ કર્યો અને તેમની સરખામણી તે 150 લોકોના પ્લાઝમા નમૂના સાથે કરી જે SARS-CoV-2 થી સંક્રમિત નહતા. કારણ કે આ સેમ્પલ ત્યારના હતા જ્યારે રોગીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યા હતા.
જાણો દેશની સૌથી સસ્તી અને સારી કોલેજો વિશે...ગુજરાતની કઈ? ખાસ જાણવું જોઈએ
દેશના 13 રાજ્યોમાં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો કેટલો છે ખતરનાક
દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 29 કરોડપતિ, આ રાજ્યના મુખ્યમંત્રી પાસે સૌથી વધુ સંપત્તિ
આ ટેક્નિકથી પ્રોટીનની ઓળખ થઈ
જનરલ સાયન્સમાં પ્રકાશિત આ સ્ટડીમાં પ્રોટીનના ઓવરએક્સ્પ્રેશન અને અંડર એક્સપ્રેશનની ઓળખ કરવા માટે હાઈ થ્રુપટ પ્રોટિઓમિક્સ નામની એક ટેક્નિકનો ઉપયોગ કરાયો છે. તેને ડિસરેગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ એ જાણવા માટે અલગથી ટેસ્ટિંગ કર્યું કે કયા પ્રોટીન વાસ્તવમાં ગંભીર બીમારીનું કારણ બને છે. જો કે સ્ટડીમાં મોટી સંખ્યામાં એવા પ્રોટીનની ઓળખ કરાઈ જે રોગીઓમાં મળ્યા ત્યારબાદ એ નિર્ધારિત કરાયું કે આ 32 પ્રોટીનના હોવાથી દર્દીઓની સ્થિતિ કોવિડ સંક્રમણ દરમિયાન વધુ ખરાબ થાય છે. ત્યારબાદ અન્ય 5 પ્રોટીનની પણ ઓળખ કરાઈ જે રોગીઓ માટે મૃત્યુની સંભાવનાનો ઈશારો કરી દે છે.
કોરોનરી ધમની રોગ અને અલ્ઝાઈમરનું પણ જોખમ
રિસર્ચર્સે વધુમાં કહ્યું કે રિસર્ચથી એ પણ ખબર પડી છે કે કેટલાક પ્રોટીન જે કોવિડ-19 સંક્રમણ દરમિયાન ખરાબ થઈ ગયા હતા, કોરોનરી ધમની રોગ અને અલ્ઝાઈમર રોગના રસ્તે જોડાયા હતા. એ પુષ્ટિ કરતા કે કોવિડ-19 આ વિકોરના જોખમને વધારી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube