આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ, નવા વેરિએન્ટથી ખતરો વધ્યો
દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા બધા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં બે લોકો પોઝિટિવ આવ્યા છે. તેના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેના વેરિએન્ટની માહિતી મેળવી શકાય.
બેંગલોરઃ કોવિડ-19ના નવા વેરિએન્ટથી વિશ્વમાં ડરનો માહોલ છે. જેથી હાલમાં સાઉથ આફ્રિકાથી પરત ફરેલા 94 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. પરંતુ તેમાં ક્યો વેરિએન્ટ છે, તે વાતની પુષ્ટિ હજુ થઈ શકી નથી. તેની જાણકારી જીનોમ સિક્વેન્સિંગ દ્વારા મેળવવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાથી કર્ણાટલ આવેલા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોમાં કોરોના સંક્રમણ મળ્યું છે. તેના સેમ્પલ લેબમાં મોકલી દેવામાં આવ્યા છે, જેથી કોવિડનો ક્યો વેરિએન્ટ છે તેની માહિતી મેળવી શકાય. મહત્વનું છે કે કોરોનાના નવા ખતરાથી વિશ્વમાં અફરાતફરી મચી છે.
ઓમીક્રોન વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક છે કોવેક્સીન અને કોવિશીલ્ડ, જાણો એક્સપર્ટનો જવાબ
તો મંત્રી આર અશોકે કહ્યુ કે, દક્ષિણ આફ્રિકાથી 1000થી વધુ લોકો આવ્યા છે. બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય જે લોકો બેંગલુરૂ કે બીજા અન્ય જિલ્લામાં આવ્યા છે, તેનો 10 દિવસ બાદ વધુ એક ટેસ્ટ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube