નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) માં હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોરોના દર્દીઓનો દાયરો વધતો જાય છે. દેશમાં આજે (ગુરૂવારે) રેકોર્ડૅબ્રેક કોરોના કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના 3.14 લાખ પોઝિટિવ કેસ (Positive Case) સામે આવ્યા છે, જ્યારે 2104 દર્દીઓના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી (Delhi) માં કોરોનાનો કહેર યથાવત છે અને ગત 24 કલાકમાં અહીં 306 લોકોના મોત થયા છે જ્યારે 26 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. દિલ્હીમાં આજે 26,169 નવા કેસ નોંધાયા તો 19,609 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં હવે કુલ 9,56,348 કેસ નોંધાઇ ચૂક્યા છે.

CBSE બોર્ડે લીધો મોટો નિર્ણય, સ્કૂલો પાસે માંગ્યો ધોરણ 10ના વિદ્યાર્થીઓનો આ રિપોર્ટ


મહારાષ્ટ્રમાં 62 હજારથી વધુ સાજા થયા
મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના કેસ ઓછા થઇ રહ્યા નથી ગત 24 કલાકમાં ગુરૂવારે 67,013 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 62,298 દર્દીઓ સાજા થયા છે. જોકે 568 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે રાત્રે 8 વાગ્યાથી સખત પાબંધીઓ લાગી ગઇ છે જે 1 મે સુધી યથાવત રહેશે.

'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'


એક તરફ કોરોનાના વધતા જતા આંકડો વધી રહ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની અછત સર્જાઇ રહી છે. આ બધાની વચ્ચે આઇસીએમઆર (ICMR) એ જાણકારી આપી છે કે 21 એપ્રિલ સુધી દેશભરમાં 27,27,05,103 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી બુધવારે 16,51,711 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 


1 મેથી વેક્સીનેશન માટે 28 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ
એક તારીખથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કોરોના વેક્સીનેશનની શરૂઆત થશે. આ દરમિયાન અફવા છે કે 24 માર્ચથી તેના માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ રહ્યું છે. જોકે ભારતીય સરકારે તેને નકારી કાઢતાં કહ્યું કે રજિસ્ટ્રેશન 28 એપ્રિલ 2021 થી CoWIN એપ અને આરોગ્ય સેતુ એપ પર શરૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube