છીંદવાડા : મધ્યપ્રદેશના (Madhya Pradesh) છિંદવાડામાં સાળીના લગ્નમાં ભાગ લેવા માટે પહોંચેલા જીજાએ કોરોના પોઝિટિવ (Coronavirus)  આવતા હડકંપ મચી ગયો. સમગ્ર લગ્ન સમારંભમાં હાજર તમામ લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાહ સમારોહમાં જયમાલાની રસ્મ પુર્ણ થઇ રહી હતી દરમિયાન માહિતી મળી કે દુલ્હનનાં જીજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બસ પછી તો શું હતું સમગ્ર વિવાહ સમારંભમાં ખલબલી મચી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્તીસગઢનાં પ્રથમ CM અને દિગ્ગજ નેતા અજીત જોગીનું નિધન

તંત્રએ દુલ્હા દુલ્હન સહિત 105 લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઘટના શહેરનાં રામબાગ પોસ્ટ ઓફીસ નજીક બની હતી. દુલ્હનનાં જીજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી જેવી અધિકારીઓને મળી તેઓ તુરંત જ સમારંભના સ્થળ પર પહોંચી ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, ન્યૂટન ચિખલીથી બારાત આવી હતી. ઘરનો માહોલ આનંદમય હતો. ત્યારે અચાનક હેલ્થના અધિકારીઓ આવ્યા હતા તેમણે કહ્યું કે, વ્યક્તિ કોરોના પોઝિટિવ છે.


ભારત-ચીન વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, મોટા આતંકી હુમલાનું રચી રહ્યું છે ષડયંત્ર

આ માહિતી મળતા જ બંન્ને ગભરાઇ ગયા. મેડિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તત્કાલ મોર્ચો સંભાળી લીધો. ત્યાર બાદ લગ્નનાં સાત ફેરા જેમ જેમ કરીને પુર્ણ કરાવવામાં આવ્યા. તંત્રએ આ સમગ્ર વિસ્તારમાં બેરિકેડ્સ કરી સીલ કરી દીધો. પરિવારજનોએ જણાવ્યું કે, દુલ્હનનાં જીજા દિલ્હીથી પિપરિયા અને જુન્નારદેવ થઇને છિંદવાડા આવ્યો હતો. આ વ્યક્તિ 4-5 દિવસથી છિદવાડામાં જ હતો. એવામાં પરિવારનાં લોકોનો ખતરો વધી ગયો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube