મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, મારા પ્રિય પ્રદેશવાસિઓ, મને COVID19ના લક્ષણ આવી રહ્યાં હતા, ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી બધા સાથીઓને અપીલ છે કે જે મારા સંપર્કમાં આવ્યા છે, તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. મારા નજીકના સંપર્ક વાળા લોકો ક્વોરેન્ટાઈન થઈ જાવ.
થોડી ચૂક કોરોનાને નિમંત્રણઃ શિવરાજ
શિવરાજ સિંહે લખ્યુ કે, હું કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. ડોક્ટરની સલાહથી ખુદને ક્વોરેન્ટાઇન કરીશ અને સારવાર કરાવીશ. મારી પ્રદેશની જનતાને અપીલ છે કે સાવધાની રાખે, થોડી બેદરકારી પણ કોરોનાને નિમંત્રણ આપે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube