ભારતમાં ધીમી પડી રહી છે કોરોનાની ગતિ, છેલ્લા 8 દિવસથી સતત 1 હજારથી ઓછા મોત
દેશમાં હવે કોરોનાથી થોડી રાહત મળતી જોવા મળી રહી છે. સતત 8 દિવસમાં મૃત્યુઆંક એક હજારથી ઓછો થઈ ગયો છે અને રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ 9 લાખથી ઓછી છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 (Covid 19)થી સાજા થનારા દર્દીઓની સંખ્યા 60 લાખના આંકડાને પાર થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી સતત આઠમાં દિવસે 1 હજારથી ઓછા લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસો (Active Cases Of Corona)ની સંખ્યા સતત ત્રણ દિવસથી નવ લાખના આંકડાથી ઓછી છે. તો છેલ્લા 24 કલાકમાં 918 લોકોના મૃત્યુ થવાથી કુલ મૃત્યુઆંક વધીને 1,08,334 થઈ ગયો છે.
ભારતમાં કોવિડ-19ને માત આપનારા લોકોની સંખ્યા વધી રહી છે. સાથે ભારત, કોવિડ-19ના દર્દીઓ મોટી સંખ્યામાં સંક્રમણ મુક્ત થવાની સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. મંત્રાલયે કહ્યું કે, જે ટોપ પાંચ રાજ્યોમાં કોરોનાના વધુ દર્દી છે (કુલ એક્ટિવ કેસના 61 ટકા), ત્યાં અડધાથી વધુ દર્દી (54.3 ટકા) સાજા થયા છે.
રિકવરી રેટમાં મોટો ઉછાળ
મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોવિડથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 60,77,976 થઈ ગઈ. આ રીતે સંક્રમણ મુક્ત થવાનો દર 86.17 ટકા છે. તો સંક્રમણના નવા 74,383 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 70,53,806 થઈ ગઈ છે.
J-K: ફારૂક અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન, કહ્યું- ચીનની મદદથી આર્ટિકલ 370 ફરી સ્થાપિત કરવાની આશા
હવે 12.30 ટકા એક્ટિવ કેસ
મંત્રાલયે કહ્યું કે પાછલા સતત આઠ દિવસથી 1 હજારથી ઓછા દર્દીઓના મૃત્યુ થઈ રહ્યાં છે. આંકડા પ્રમાણે દેશમાં હાલ કુલ કેસોના 12.30 ટકા એક્ટિવ કેસ છે. દેશમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ કેસ કેરલમાં (11 હજારથી વધુ) સામે આવ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્રનું સ્થાન છે.
સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં
છેલ્લા 24 કલાકમાં જે 918 લોકોના મૃત્યુ થયા છે, તેમાં મહારાષ્ટ્રમાં 308, કર્ણાટકમાં 102, તમિલનાડુમાં 67, પશ્ચિમ બંગાળમાં 62, ઉત્તર પ્રદેશમાં 60, દિલ્હીમાં 48, છત્તીસગઢમાં 39 અને આંધ્ર પ્રદેશમાં 35 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધી 1,08,334 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહારાષ્ટ્રમમાં 40,040, તમિલનાડુમાં 10,187, કર્ણાટકમાં 9891, ઉત્તરપ્રદેશમાં 6353, આંધ્ર પ્રદેશમાં 6,194, દિલ્હીમાં 5740, બંગાળમાં 5563, પંજાબમાં 3798 અને ગુજરાતમાં 3775 લોકોના મૃત્યુ થયા છે.
હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube