Coroan: દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 54 લાખને પાર, 43 લાખથી વધુ દર્દીઓ થયા રિકવર
દેશમાં મૃત્યુઆંક હવે 86 હજાર 926 થઈ ગઈ છે. અત્યાર સુધી 10 લાખ 16 હજાર 389 દર્દીઓ એવા છે, જેની સારવાર ચાલી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો રવિવારે 54 લાખને પાર થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં રેકોર્ડ 12 લાખથી વધુ લોકોના ટેસ્ટિંગ થયા છે. એક દિવસમાં ટેસ્ટિંગનો આ સૌથી વધુ આંકડો છે. આ 12 લાખ લોકોમાં 7.66% એટલે કે 92 હજાર 574 નવા દર્દીઓ વધ્યા છે. અત્યાર સુધી 54 લાખ 18 હજાર 681 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.
રાહતની વાત છે કે જે ઝડપથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલા ઝડપથી દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. અત્યાર સુધી 43 લાખ 13 હજાર 402 લોકો સાજા થઈ ગયા છે. રવિવારે 13 હજાર 678 લોકો સાજા થયા હતા. ભારત હવે દર્દીઓ સાજા થવાના મામલામાં પ્રથમ નંબરે આવી ગયું છે. અહીં અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. અમેરિકા બીજા સ્થાને પહોંચી ગયું છે.
મૃત્યુઆંક 86 હજારને પાર
દેશમાં મૃત્યુઆંક હવે 86 હજાર 926 થઈ ગઈ છે. અત્યાર સુધી 10 લાખ 16 હજાર 389 દર્દીઓ એવા છે, જેની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ ઘરમાં રહીને કે પછી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં છે. તેમાંથી આશરે 9 હજાર દર્દીઓની સ્થિતિ ગંભીર છે.
ખેડુતો ધરતી પરથી સોનું ઉગાડે છે, મોદી સરકારનું અભિમાન તેને લોહીના આંસુએ રોવડાવે છેઃ રાહુલ ગાંધી
ગુજરાતમાં નવા 1407 કેસ
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1407 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 933.65 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1407 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube