પુણે: કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. પુણેની બીજે મેડિકલ કોલેજના એક રિસર્ચ મુજબ બાળકોને અપાતી Measles Vaccine કોરોના વિરુદ્ધ તેમની સુરક્ષામાં કારગર સાબિત થઈ રહી છે. સ્ટડીમાં એ વાત સામે આવી છે કે આ રસી બાળકોમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ શરૂઆતી સુરક્ષા આપે છે. આ સ્ટડીમાં એક વર્ષથી લઈને 17 વર્ષ સુધીના 548 બાળકોને સામેલ કરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 87 % સુધી અસરકારક
સ્ટડીમાં બાળકોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં એક ગ્રુપ કોરોના સંક્રમિત (RT-PCR ટેસ્ટ)  બાળકો અને બીજુ ગ્રુપ સામાન્ય બાળકોનું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે Measles વાળી રસી SARS-Co-V-2 વિરુદ્ધ 87 ટકા સુધી અસરકારક રહી. આ સાથે જ જે બાળકોને Measles રસી અપાયેલી હતી તેમનામાં કોરોના સંક્રમણની આશંકા રસી ન લેનારા બાળકોની સરખામણીએ ઓછી રહી. 


પુણેના આ રિસર્ચથી એ ધારણાને બળ મળ્યું છે જેમાં કહેવાય છે કે બાળકો કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ વધુ સુરક્ષિત છે કારણ કે તેમને Measles અને બીસીજી રસીનો ડોઝ લાગ્યા બાદ નોન સ્પેસિફિક ઈમ્યુનિટી તેમનામાં હાજર છે. Measles રસી છેલ્લા 36 વર્ષથી ભારતમાં રસીકરણ કાર્યક્રમનો ભાગ બનેલી છે. 


સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, IIT કાનપુરે આપી ચેતવણી


અંતિમ પરિણામો માટે મોટા બાયે ક્લિનિકલ ટ્રાયલ થવી જોઈએ
આ રિસર્ચ હાલમાં જ ઈન્ટરનેશનલ જર્નલ હ્યુમન વેક્સીન એન્ડ ઈમ્યુનોથેરેપિટિકમાં પબ્લિશ થયો છે. રિસર્ચર્સનું કહેવું છે કે ભલે તેમના સ્ટડીના પરિણામો ઉત્સાહજનક છે પરંતુ અંતિમ તારણ પર પહોંચતા પહેલા તેના વિશે મોટા પાયે ટ્રાયલ થવી જરૂરી છે. સ્ટડીના લીડ ઈન્વેસ્ટિગેટર નીલેશ ગુજરનું કહેવું છે કે આ શોધને સંભવિત રેન્ડમ ક્લિનિકલ ટ્રાયલના માધ્યમથી વધુ પુષ્ટિ કરવાની જરૂરિયાત છે. 


નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનનો મોટો રેકોર્ડ, PM બોલ્યા- Well done India


રિસર્ચમાં સામેલ બાળકોનો રસીકરણ રેકોર્ડ ઉપલબ્ધ
Measles રસી બાળકોને 9 મહિના અને 15 મહિનાની ઉંમરમાં અપાય છે. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે રસી ન મેળવી હોય તેવા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક રસીકરણ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. પુણેના રિસર્ચમાં સામેલ બાળકોના રસીકરણના રેકોર્ડ પણ હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube