નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનનો મોટો રેકોર્ડ, PM બોલ્યા- Well done India

કોરોના વેક્સિનેશન  (Vaccination Drive) માટે નવી સંશોધિત ગાઇડલાઇન લાગૂ થવાના પ્રથમ દિવસે રેકોર્ડ બન્યો છે. ભારતમાં 81 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. 

નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનનો મોટો રેકોર્ડ, PM બોલ્યા- Well done India

નવી દિલ્હીઃ ભારતમાં સોમવારે એક દિવસમાં રેકોર્ડ 81 લાખ લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) એ 21 જૂનથી રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive) ને વેગ આપવાની જાહેરાત કરી હતી. કોવિડ વેક્સિનેશનની સંશોધિત ગાઇડલાઇન લાગૂ થવાના પ્રથમ દિવસે રેકોર્ડ બન્યો છે. 

નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે બન્યો રેકોર્ડ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, સોમવારે સાંજે 7 કલાક સુધી 80,96,417 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. આ એક દિવસમાં કોવિડ વેક્સિનેશનનો સૌથી મોટો રેકોર્ડ  (Covid Vaccination Record India) છે. કેન્દ્ર સરકારે વેક્સિનેશનના ઉત્પાદનમાંથી 75 ટકા ભાગની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે 25 ટકા વેક્સિન ખાનગી હોસ્પિટલને મળી રહી છે. મહત્વનું છે કે આ પહેલા 2 એપ્રિલે 42 લાખ 61 હજારથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. 

પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી
વેક્સિ

Well done India!

— Narendra Modi (@narendramodi) June 21, 2021

નેશનના આ રેકોર્ડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ દેશમાં સોમવારે રેકોર્ડ સંખ્યામાં કોરોના વેક્સિન ડોઝ લગાવવાને લઈને 'ઉત્સાહિત કરનાર' કાર્ય ગણાવી દીધુ અને કહ્યું કે, મહામારી સામે લડાઈમાં રસી સૌથી મજબૂત હથિયાર છે. 

ફ્રંટલાઇન વર્કર્સની પ્રશંસા
પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, આજે રેકોર્ડ સંખ્યામાં થયેલું રસીકરણ ઉત્સાહિત કરનારૂ છે. Covid-19 થી લડાઈમાં રસી આપણું સૌથી મોટુ હથિયાર બની છે. જે લોકોનું રસીકરણ થયું, તેને શુભેચ્છા અને પ્રથમ હરોળના બધા કર્મી પ્રશંસાને પાત્ર છે, જેણે આટલા લોકોનું રસીકરણ કરવા માટે ખુબ મહેનત કરી. શાનદાર ભારત.

મધ્ય પ્રદેશે બનાવ્યો રેકોર્ડ
મધ્યપ્રદેશે આજે રેકોર્ડ બનાવ્યો છે. માત્ર એમપીમાં 13 લાખ 72 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારે 10 લાખ લોકોને વેક્સિનેશનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ 3 લાખ 72 હજાર વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news