Coronavirus Update: ભારતમાં કોરોનાની ડરામણી ગતિ! આજે ફરી નવા કેસનો આંકડો 11 હજારને પાર, 28 દર્દીઓના મોત
Coronavirus Cases: શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર, કોરોનાને કારણે 28 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,31,258 થઈ છે.
Coronavirus Cases: ભારતમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. આજે પણ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,692 નવા કેસ જોવા મળ્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 66,170 છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ચેપને કારણે 28 દર્દીઓના મૃત્યુ પછી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,31,258 થઈ ગઈ છે.
આ પણ વાંચો:
ભાવનગર ડમીકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી; વધુ 6 લોકોની અટકાયત, જાણો આ લિસ્ટ
રાશિફળ 21 એપ્રિલ: આ રાશિના લોકો મળશે GOOD NEWS, મકર રાશિના લોકો ખાસ વાંચે
આખરે દિલ્હી જીત્યું, ઘર આંગણે કોલકાતાને 4 વિકેટથી પછાડ્યું
આંકડા અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 5.46 ટકા છે અને સાપ્તાહિક દર 5.32 ટકા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપ માટે 66170 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 0.15 ટકા છે. ભારતમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,48,69,68 લોકો ચેપમુક્ત થઈ ગયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.18 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધપાત્ર રીતે, 7 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ, 2020 ના રોજ, 30 લાખ અને 5 સપ્ટેમ્બર, 2020 ના રોજ, 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. 4 મે, 2021 ના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના રોજ, તે ત્રણ કરોડને વટાવી ગઈ હતી. ગયા વર્ષે, 25 જાન્યુઆરીએ, ચેપના કુલ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.
આ પણ વાંચો:
અગ્નિસંસ્કારમાં ઓછા લાકડા માટે કૌભાંડીઓની વધુ એક તરકીબ, ચિતાઓમા હવે ગોઠવી દીધા પથ્થર
અમદાવાદના ગોતા વિસ્તારમાં અનોખો કિસ્સો: હવે ચાર પગવાળા દૂધ ચોરે મચાવ્યો આતંક
ટ્રેન પાછળ કેમ હોય 'X' ની સાઈન, શું હોય છે 'LV' નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube