Corona Update: 24 કલાકમાં આવ્યા 2.57 લાખ નવા કોરોનાના કેસ, 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યા
21 મે સુધી દેશભરમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં 14 લાખ 58 હજાર 895 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 32 કરોડ 64 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: ભારત અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબૂ છે. દરરોજ અઢી લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ મોતનો આંકડો પણ ચાર હજારને પાર થઇ ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 257,299 નવા કોરોનાના કેસ આવ્યા અને 4194 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી તરફ 3,57,630 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એટલે કે 1 લાખ 4 હજાર 525 એક્ટિવ કેસ ઓછા થયા છે. આ પહેલાં ગુરૂવારે 2.59 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4209 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
Vaccine ની અછત માટે સીરમ ઇંસ્ટીટ્યૂટે સરકારની નીતિઓને ગણાવી દોષી, કહી આ વાત
21 મે સુધી દેશભરમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં 14 લાખ 58 હજાર 895 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 32 કરોડ 64 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત દિવસોમાં 20.66 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 12 ટકાથી વધુ છે.
કોરોનાથી મોત પર WHO નો ખુલાસો, કહ્યું- બતાવવામાં આવેલા કરતાં બમણી છે સંખ્યા
દેશમાં આજની કોરોનાની સ્થિતિ
કુલ કોરોના કેસ- 2 કરોડ 62 લાખ 89 હજાર 290
કુલ ડિસ્ચાર્જ- 2 કરોડ 30 લાખ 70 હજાર 365
કુલ એક્ટિવ કેસ- 29 લાખ 23 હજાર 400
કુલ મોત- 2 લાખ 95 હજાર 525
દેશમાં કોરોનાથી મૃત્યું દર 1.12 ટકા છે જ્યારે રિકવરી રેટ 87 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 12 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત બીજા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ ભારતમાં થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube