Vaccine ની અછત માટે સીરમ ઇંસ્ટીટ્યૂટે સરકારની નીતિઓને ગણાવી દોષી, કહી આ વાત

સ્વાસ્થ્ય સંબંધિત ઇ-સમિટમાં સુરેશ જાદવે કહ્યું કે દેશને WHO ના દિશા નિર્દેશોનું પાલન કરવું જોઇએ અને તે અનુસાર રસીકરણ (Vaccination) કરવું જોઇએ. તેમણે કહ્યું કે શરૂઆતમાં 30 કરોડ લોકોને રસી લગાવવાની હતી.

Vaccine ની અછત માટે સીરમ ઇંસ્ટીટ્યૂટે સરકારની નીતિઓને ગણાવી દોષી, કહી આ વાત

નવી દિલ્હી: કોરોના (Coronavirus) સામે જંગમાં વેક્સીન (Vaccine) ની અછત વચ્ચે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (SII) એ સનસનીખેજ નિવેદન આપ્યું છે. SII ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાદવે શુક્રવારે કહ્યું કે કેંદ્ર સરકારે વેક્સીનના સ્ટોક વિશે જાણ્યા વિના અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની ગાઇડલાઇન પર વિચાર કર્યા વિના ઘણા આયુ વર્ગોને રસીકરણ (Vaccination) ની પરવાનગી આપી દીધી. એટલે એક પ્રકારે જાદવે ઘણા રાજ્યો દ્વારા કરવામાં આવી રહેલી વેક્સીનની અછતની ફરિયાદોનું ઠીકરું કેંદ્ર સરકાર પર ફોડ્યું છે. 
 

‘Target સુધી પહોંચતાં પહેલાં આપી દીધી નવી અનુમતિ'
સ્વાસ્થ્ય સંબંધિત ઇ-સમિટમાં બોલતાં સુરેશ જાદવે કહ્યું કે દેશને WHO ના દિશા નિર્દેશોનું પાલન કરવું જોઇએ અને તે અનુસાર રસીકરણ (Vaccination) કરવું જોઇએ. તેમણે કહ્યુંક એ શરૂઆતમાં 30 કરોડ લોકોને રસી લગાવવાની હતી, જેના માટે 60 કરોડ ડોઝની જરૂર હતી, પરંતુ લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં જ કેંદ્ર સરકારે 45 વર્ષ અને પછી 18 વર્ષથી ઉપરના લોકોને રસી લગાવવાની પરવાનગી આપી દીધી. 

પુરતી Vaccine નથી ઉપલબ્ધ
SII ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરએ કહ્યું કે સરકાર આ જાણતાં હોવા છતાં પણ વેક્સીનેશનને મંજૂરી આપી દીધી કે આટલી વેક્સીન ઉપલબધ નથી. તેમણે આગળ કહ્યું કે અમને સૌથી મોટો બોધપાઠ શીખવા મળ્યો કે ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવી જોઇએ અને પછી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોએ વેક્સીનની અછતની ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે સ્ટોક ઓછો હોવાના લીધે વેક્સીનેશનની ગતિ વધારવામં અસમર્થ છે. 

કઇ Corona Vaccine છે પ્રભાવશાળી?
સુરેશ જાદવે એ પણ કહ્યું કે રસીકરણ જરૂરી છે, પરંતુ રસી લગાવ્યા પછી પણ લોકો સંક્રમણની ચપેટમાં છે, એટલા માટે લોકોને સાવધાન રહેવું જોઇએ અને કોરોનાથી બચાવ નિયમોનું પાલન કરવું જોઇએ. જાદવે આગળ કહ્યું કે જ્યાં સુધી વેક્સીનનની પસંદગીનો સવાલ છે, સીડીસી અને એનઆઇએચ ડેટા અનુસાર જે પણ વેક્સીન ઉપલબ્ધ છે, તેને લઇ શકાય છે, શરત એટલી છે કે નિયમનકારી સંસ્થાઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું હોય અને એ કહેવું ઉતાવળ હશે કે કઇ રસી અસરકારક છે અને કઇ નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news