નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસના આંકડાએ દહેશત પેદા કરી છે. સંક્રમિત લોકોની સંખ્યા રોજેરોજ વધી રહી છે. નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉન જેવા ઉપાયો છતાં સંક્રમણની ગતિ ઘટતી જોવા મળી રહી નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. છ રાજ્યોમાં ખાસ કરીને પરિસ્થિતિ ખુબ ખરાબ છે. અહીં કોરોનાના નવા કેસમાં જબરદસ્ત વધારો જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.68 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,68,912 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,35,27,717 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,21,56,529 લોકો રિકવર થયા છે જ્યારે 12,01,009 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 904 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,70,179 પર પહોંચ્યો છે. હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 10,45,28,565 લોકોને રસી આપવામાં આવી છે. 


Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો


Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube