Corona Update: કોરોના સંક્રમણની સ્થિતિ `બદથી બદતર`, આખા દેશ પર તોળાઈ રહ્યું છે જોખમ-સરકાર
Corona update: એક વર્ષ બાદ પણ કોરોના (Corona virus) નો પ્રકોપ એટલો જ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આખરે કહેવું પડ્યું કે દેશમાં વાયરસના સંક્રમણ સંબંધિત સ્થિતિ `બદથી બદતર` થઈ રહી છે.
નવી દિલ્હી: એક વર્ષ બાદ પણ કોરોના (Corona virus) નો પ્રકોપ એટલો જ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આખરે કહેવું પડ્યું કે દેશમાં વાયરસના સંક્રમણ સંબંધિત સ્થિતિ 'બદથી બદતર' થઈ રહી છે. આ દરમિયાન એમ પણ કહ્યું કે ખાસ કરીને કેટલાક રાજ્યોમાં નવા કેસ ખુબ ઝડપથી વધવા એક મોટી ચિંતાનો વિષય છે. નીતિ આયોગના સભ્ય (હેલ્થ) વી કે પોલે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સ્થિતિ ખુબ ઝડપથી કથળી રહી છે જેનાથી આખો દેશ જોખમમાં છે. આથી કોઈ પણ જરાય બેદરકારી વર્તવી જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,480 નવા કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના (Corona Virus) ના 53,480 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,21,49,335 પર પહોંચ્યો છે. જેમાંથી 1,14,34,301 લોકો રિકવર થયા છે જ્યારે 5,52,566 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાએ એક જ દિવસમાં 354 લોકોનો ભોગ લીધો છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,468 પર પહોંચ્યો છે. દેશમાં ચાલતા રસીકરણ અભિયાન હેઠળ કુલ 6,30,54,353 લોકોને રસી આપવામાં આવી છે.
Maharashtra: શરદ પવારની તબિયત બગડતા મોડી રાતે સર્જરી કરાઈ, જાણો કેવી છે તબિયત
PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube