Maharashtra: શરદ પવારની તબિયત બગડતા મોડી રાતે સર્જરી કરાઈ, જાણો કેવી છે તબિયત

Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નું મંગળવારે મોડી રાતે મુંબઈ (Mumbai) ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું

Maharashtra: શરદ પવારની તબિયત બગડતા મોડી રાતે સર્જરી કરાઈ, જાણો કેવી છે તબિયત

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નું મંગળવારે મોડી રાતે મુંબઈ (Mumbai) ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું અને ડોક્ટરોએ ગોલબ્લેડરમાં રહેલી પથરીને સફળતાપૂર્વક બહાર કાઢી. આ વાતની જાણકારી મહારાષ્ટ્રના સ્વાસથ્યમંત્રી રાજેશ ટોપે અને ઓપરેશન કરનારા ડોક્ટરે આપી. 

ડોક્ટરોની નિગરાણીમાં રહેશે શરદ પવાર
ઓપરેશન પૂરું થયા બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે અને ડોક્ટરે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. હજુ તેઓ થોડા દિવસ ડોક્ટરોની નિગરાણીમાં રહેશે. હાલ તેમની હાલાત સ્થિર છે. આ સાથે જ ડોક્ટરોએ જણાવ્યું કે ભવિષ્યમાં જો એવું લાગશે કે તેમને આ ઓપરેશનથી આરામ નથી મળ્યો તો આગળ તેમની કન્ડિશન જોતા ગોલબ્લેડરનું પણ ઓપરેશન થઈ શકે છે. 

નિર્ધારિત સમયના એક દિવસ પહેલા થયું ઓપરેશન
અત્રે જણાવવાનું કે પેટમાં દુખાવા બાદ શરદ પવારને 29 માર્ચના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ગોલ બ્લેડરમાં સમસ્યા હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ડોક્ટરોએ ઓપરેશન માટે 31 માર્ચની તારીખ આપી હતી. પરંતુ મંગળવારે જ પેટમાં દુખાવાની ફરિયાદ બાદ પૂર્વ નિર્ધારિત ઓપરેશન સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયા અને ત્યારબાદ મોડી રાતે ડોક્ટરોએ ઓપરેશન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news