Corona Update: એક જ દિવસમાં 72 હજારથી વધુ કેસ, મુંબઈમાં લક્ષણો વગરના દર્દીઓએ મુશ્કેલી વધારી
Corona Virus Update: દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 72,330 દર્દીઓ નોંધાયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 72,330 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સાઈલેન્ટ રીતે કોરોના કેર વર્તાવી રહ્યો છે. મોટા ભાગના દર્દીઓને કોરોનાના લક્ષણો દેખાતા જ નથી જે ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાનું ચાલુ થશે.
એક જ દિવસમાં કોરોનાના 72 હજારથી વધુ કેસ
સરકારના જણાવ્યાં મુજબ કોરોનાના એક જ દિવસમાં 72,330 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,22,21,665 પર પહોંચી છે. જેમાંથી 1,14,74,683 લોકો રિકવર થયા છે. જ્યારે 5,84,055 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક જ દિવસમાં 459 લોકોના મોત થયા છે. સતત મોતનો આંકડો વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,927 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 6,51,17,896 લોકોને રસી અપાઈ છે. દેશમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, એમપીમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો
West Bengal Election 2021: મમતાએ કહ્યું મારું ગોત્ર શાંડિલ્ય, તો ઓવૈસી બોલ્યા- 'મારા જેવાનું શું જે જનોઈધારી નથી"
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube