ઝી મીડિયા/બ્યૂરો :એક અદ્રશ્ય વાયરસના કહેરને કારણે દરેક કોઈ પોતાની જિંદગી ડરમાં વિતાવવા મજબૂર બન્યો છે. કોરોના (Coronavirus) એ ન માત્ર લોકોને ઘરમાં કેદ રહેવા પર મજબૂર કર્યા છે, પરંતુ દરેક કોઈને બહુ જ ડર (CoronaLockdown) માં રહેવા માટે લાચાર કર્યાં છે. ભારતમાં પણ હાલ પરિસ્થિતિ કંઈક આવી જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રિમ કોર્ટના કર્મચારીને કોરોના
કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. વાયરસ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ દસ્તક આપી ચૂક્યું છે. સુપ્રિમ કોર્ટના એક કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેન બાદ કોર્ટના બે રજિસ્ટ્રારને હોમ ક્વોરેન્ટાઈન માટે મોકલી દેવાયા છે. હાલ એ લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે, જેના સંપર્કમાં સંક્રમિત કર્મચારી આવ્યો હતો. જે કર્મચારીને વાયરસે પોતાના ઝપેટમાં લીધો છે, તે ગત 16 એપ્રિલ સુધી કોર્ટમાં આવતો હતો. 


કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો


શું કહે છે આંકડા
તાજા આંકડા મુજબ કોરોના વાયરસના અત્યાર સુધી દેશમાં 29435 કેસ જોવા મળ્યાં છે. જ્યારે 934 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1543 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 62 લોકોના મૃત્યુ થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર