નવી દિલ્હી: કોરોના પર પ્રહાર માટે દેશમાં રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાની રસી લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સમિક્ષા બેઠક કરી હતી. જેમાં રસીકરણ અભિયાનને શરૂ કરવા પર નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- BJPનું મિશન બંગાળ! BJP ચીફ જેપી નડ્ડાએ કહ્યું- 'ખેડુતો સાથે પશ્ચિમ બંગાળમાં અન્યાય'


બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સૌથી પહેલા વેક્સીન હેલ્થ વર્કર્સને લગાવવામાં આવશે. જેની સરેરાશ સંખ્યા લગભગ 3 કરોડ છે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તેનાથી ઓછી ઉંમરના લોકોને રસી લગાવવામાં આવશે. જે પહેલાથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. આવા લોકોની સંખ્યા લગભગ 27 કરોડ છે.


આ પણ વાંચો:- Ladakhમાં Chinaનું ષડયંત્ર નિષ્ફળ, LAC પર ઝડપાયો ચીની સૈનિક; સૈન્ય અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ


આજની બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પીએમના પ્રિન્સિપાલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા મોટા અધિકારી સામેલ હતા. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં કોરોના રસીકરણની તૈયારીઓ વિશે જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે Co-Win વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમ વિશે પણ જાણકારી આપી.


આ પણ વાંચો:- પ્રવાસી સંમેલન: અમેરિકી સંકટ વચ્ચે PM મોદીએ કહ્યું- ભારતનું લોકતંત્ર સૌથી જીવંત


Co-WINથી કોરોના રસીકરણનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ, રસીના સ્ટોકથી સંબંધિત માહિતી, તેને સ્ટોર કરવા માટેનું તાપમાન અને જે લોકોને રસીની જરૂર હોય તેવા લોકોને ટ્રેકિંગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 79 લાખથી વધુ લાભાર્થીઓએ Co-WIN પર નોંધણી કરાવી છે. પ્રધાનમંત્રીને દેશભરમાં આયોજિત ત્રણ તબક્કામાં ડ્રાય રન વિશે પણ માહિતગાર કર્યા હતા. શુક્રવારે દેશના તમામ જિલ્લાઓમાં ત્રીજી ડ્રાય રન ચલાવવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube