Corona Vaccination: પ્રથમ દિવસે 40 લાખથી વધુ કિશોરોને આપવામાં આવી રસી, પીએમ મોદીએ કરી અપીલ
Corona Vaccination: દેશમાં 15-18 વર્ષની કેટેગરીમાં 8 કરોડ બાળકો છે. આશરે 6 કરોડ શાળાના બાળકો છે. આ બધાનું વેક્સીનેશન થવાનું છે. આ કેટેગરીમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવનારના આંકડા ઉત્સાહજનક છે. મોટી સંખ્યામાં કિશોરો રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ડર વચ્ચે દેશમાં 15-18 વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. આજે કિશોરો ઉત્સાહ સાથે રસી લેવા માટે પહોંચ્યા હતા. કોવિડ વેક્સીન સેન્ટરો પર તેનો ઉત્સાહ જોવા લાયક હતો. આ કેટેગરીમાં વેક્સીનેશનના પ્રથમ દિવસે રાત્રે 8 કલાક સુધી 40 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. સોમવારે કુલ વેક્સીનેશનમાં આશરે 40 ટકા સંખ્યા કિશોરોની રહી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીનના ઘાલમેલથી બચવા માટે રવિવારે સલાહ આપી હતી. તેમણે 15-18 ઉંમર વર્ગ માટે અલગ રસીકરણ કેન્દ્ર, અલગ લાઈનો, અલગ સત્ર સ્થળ અને અલગ વેક્સીનેશન ટીમ બનાવવાનું કહ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી હાલમાં જારી દિશાનિર્દેશો અનુસાર આ ઉંમર વર્ગ માટે માત્ર કોવેક્સીનની રસી જ ઉપલબ્ધ હશે. દિશાનિર્દેશોનું સૂચારુ પાલન થાય તે માટે માંડવિયાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સવિચો તથા સ્વાસ્થ્ય વિભાગના અધિક સચિવો સાથે ઓનલાઇન વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃ Reporter એ પૂછ્યું કેમ માસ્ક નથી પહેર્યું? તો યુવતીએ કહ્યું મારું બ્રેકઅપ થઈ ગયું છે! આને કોઈ તો સમજાવો
દેશમાં 15-18 વર્ષની કેટેગરીમાં 8 કરોડ બાળકો છે. આશરે 6 કરોડ શાળાના બાળકો છે. આ બધાનું વેક્સીનેશન થવાનું છે. આ કેટેગરીમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવનારના આંકડા ઉત્સાહજનક છે. મોટી સંખ્યામાં કિશોરો રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.
કુલ મળીને દેશમાં અત્યાર સુધી વેક્સીનના 1,46,68,53,402 ડોઝ લાગી ચુક્યા છે. અત્યાર સુધી 85,41,54,136 ને પ્રથમ ડોઝ લાગ્યો છે. 61,26,99,266 લોકોને બંને ડોઝ લાગી ચુક્યા છે. સોમવારે આશરે 97 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. વેક્સીનેશન માટે 1,12,492 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તેમાંથી 1,10,494 સરકારી 1998 ખાનગી છે. 15-17 ઉંમર વર્ગમાં 51,52,901 રજીસ્ટ્રેશન અત્યાર સુધી થયા છે. તો 18-44 ઉંમર વર્ગમાં આ આંકડો 57,68,26,319 છે. 45+ માં 34,84,23,572 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રીતે રજીસ્ટ્રેશન કરાવનારનો કુલ આંકડો 93,04,02,792 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ ડેલ્ટા કરતા ઓછો ખતરનાક છે Omicron, સામે આવ્યા પાંચ મોટા કારણ
પીએમ મોદીએ કિશોરોને આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે રસી મેળવનાર કિશોરો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. આ અભિયાનમાં વધુમાં વધુ કિશોરો જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આજે અમે યુવાનોને કોવિડ-19થી રક્ષણ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રસીકરણ મેળવનાર 15 થી 18 વર્ષની વય જૂથના તમામ કિશોરોને અભિનંદન! તેમના પરિવારના સભ્યોને પણ અભિનંદન. હું યુવાનોને આગામી દિવસોમાં રસીકરણ કરાવવા વિનંતી કરીશ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube