Reporter એ પૂછ્યું કેમ માસ્ક નથી પહેર્યું? તો યુવતીએ કહ્યું મારું બ્રેકઅપ થઈ ગયું છે! આને કોઈ તો સમજાવો

Reporter એ પૂછ્યું કેમ માસ્ક નથી પહેર્યું? તો યુવતીએ કહ્યું મારું બ્રેકઅપ થઈ ગયું છે! આને કોઈ તો સમજાવો

નવી દિલ્લીઃ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ અંગે વિશ્વભરમાં કડકાઈ લેવામાં આવી રહી છે. ફરી એકવાર લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ પછી પણ કેટલાક લોકો કોરોનાના નિયમોની પરવા કરતા નથી. અત્યારે પણ લોકો માસ્ક પહેર્યા વિના બજારોમાં ફરતા જોવા મળે છે.

માસ્ક વગર ફરી જોવા મળી યુવતી-
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી માસ્ક પહેર્યા વગર ફરતી જોવા મળી રહી છે. આ પછી, એક પત્રકાર તેને અટકાવે છે. જેના પર યુવતી એવો જવાબ આપે છે, જેને સાંભળીને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. છોકરીનો જવાબ તમને હસાવી હસાવી લોટપોટ કરી દેશે...

વીડિયો પટનાના સભ્યતા દ્વારનો છે. અહીં એક છોકરી તેના પરિવાર સાથે ફરવા આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીએ પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યું નથી. જ્યારે વીડિયોમાં દેખાતા બાકીના લોકો માસ્ક પહેરીને ફરતા હોય છે. આજ સમયે ત્યાં એક રિપોર્ટર દેખાય છે. માસ્ક પહેર્યા વિના છોકરીને જોઈને તે તેની પાસે પહોંચે છે અને તેને પ્રશ્નો પૂછવા લાગે છે. જુઓ આ રમુજી વીડિયો.

 

 

રિપોર્ટના સવાલનો આપ્યો અજીબોગરીબ જવાબ-
રિપોર્ટર યુવતીને પહેલો સવાલ પૂછે છે કે સભ્યતા દ્વાર પર આવીને તમને કેવું લાગે છે? આના પર છોકરીનો જવાબ છે- 'બહુ સરસ લાગે છે.' પછી રિપોર્ટર આગળનો પ્રશ્ન પૂછે છે, 'શું અહીં કોઈ ચેકિંગ ન હતું? તેના જવાબમાં યુવતી કહે છે કે ગેટ પરનો ગાર્ડ માસ્કને જોઈ રહ્યો હતો. આ પછી રિપોર્ટર તરત જ પૂછે છે, 'તો પછી તમે માસ્ક પહેર્યું હતું? આના પર છોકરી કહે છે કે હા, પછી માસ્ક લગાવ્યું હતું, પરંતુ હવે અંદર આવીને તેને હટાવી દીધું છે.

આ પછી રિપોર્ટર યુવતીને કહે છે કે જ્યારે તેં ગેટ પર માસ્ક પહેર્યું હતું ત્યારે તું અહીં આવીને કેમ ઉતારી નાખ્યું. છોકરીનો આ જવાબ તમને હસાવશે. યુવતી આગળ કહે છે- 'અંદર આવીને, માસ્ક સાથે બ્રેકઅપ થઈ ગયું.' આ વીડિયો જોઈને ઘણા લોકો હસી રહ્યા છે, તો કેટલાક લોકો કોરોનાના નિયમોનું પાલન ન કરવા બદલ યુવતીને ખોટું પણ બોલી રહ્યા છે. આ વીડિયોને Instagram પર bhutni_ke_memes નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news