નવી દિલ્હીઃ કોરોના વાયરસના વિકરાળ રૂપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ રશિયાની સ્પુતનિક વીને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ભારતમાં આ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે તેને મંજૂરી મળી છે. પરંતુ આજે સાંજ સુધી સરકાર દ્વારા તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી શકાય છે. 


તમને જણાવી દઈએ કે ભારતમાં સ્પુતનિક વી હૈદરાબાદની ડો. રેડ્ડી લેબ્સની સાથે મલી ટ્રાયલ કરી છે અને તેની સાથે પ્રોડક્શન ચાલી રહ્યું છે. તેવામાં વધુ એક વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિનની કમીને લઈને ફરિયાદો ઓછો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Corona second Wave: કોરોનાની બીજી લહેરે વધારી મુશ્કેલી, આ 10 વસ્તુ બચાવશે તમારો જીવ


સ્પુતનિક દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. તેવામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વેક્સિનની મંજૂરી પર ચર્ચા થઈ હતી. 


કોરોના વિરુદ્ધ સ્પુતનિકની સફળતા 91.6 ટકા રહી છે. જે કંપનીએ ટ્રાયલના આંકડા જારી કરતા દાવો કર્યો હતો. રશિયાની RDIF દર વર્ષે ભારતમાં 10 કરોડથી વધુ સ્પુતનિક વીના ડોઝ બનાવવા માટે કરાર કરી ચુક્યુ છે. 

અત્યારે દેશમાં બે વેક્સિનનો થઈ રહ્યો છે ઉપયોગ
દેશમાં અત્યારે બે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે ઓગસ્ટ સુધી ભારતમાં વધુ 6 વેક્સિનને મંજૂરી મલી શકે છે, જેથી વધુ સંખ્યામાં ડોઝ તૈયાર કરી લોકોને બચાવી શકાય.


Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube