નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાઇ રહ્યું છે. સાવચેતી તરીકે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વક્સિન ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વક્સિન સંબંધિત સમીક્ષા બેઠક યોજી હતી. પીએમએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યા રાહત ભર્યા આ મોટા સમાચાર


પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'ભારતની રસીકરણ નીતિ અને કેવી રીતે આગળ વધવું તેની સમીક્ષા કરવા માટે અમારી બેઠક મળી હતી. બેઠકમાં વેક્સિન નિર્માણ, રેગ્યુલેટરી અપ્રૂવલ અને ખરીદીથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


ફરી Lockdown તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો વચ્ચે બંધ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવા


પ્રધાનમંત્રીના ટ્વીટ્સ પરથી સમજી શકાય છે કે સરકાર વહેલી તકે દેશવાસીઓને કોરોના વેક્સિન આપવા જઇ રહી છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube