બાળકોને કોરોનાની રસી: હવે 12 વર્ષના બાળકોને વેક્સીન લાગશે, જાણો તમારા કામના 6 મોટા સવાલના જવાબ
16 માર્ચથી 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. તેની સાથે જ 16 માર્ચથી 60 વર્ષની ઉપરના તમામ સિનિયર સિટિઝનને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવશે.
નવી દિલ્હી: દેશમાં હવે 15 વર્ષથી નાના બાળકોને કોરોનાની રસી આપવાની શરૂઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે 16 માર્ચથી 12,13 અને 14 વર્ષના બાળકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. આ ઉંમરના બાળકોની અનુમાનિત સંખ્યા 7.5 કરોડની આસપાસ છે.
16 માાર્ચથી કોણ વેક્સીન લગાવી શકશે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 12,13 અને 14 વર્ષની ઉંમરના બાળકો 16 માર્ચથી કોરોનાની વેક્સીન લગાવી શકશે. જે બાળકોનો જન્મ 2008, 2009 અને 2010માં થયો છે. તે બધા વેક્સીન લગાવી શકે છે.
આ બાળકોને કઈ વેક્સીન લગાવવામાં આવશે
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને કોર્બેવેક્સ વેક્સીન લગાવવામાં આવશે. આ વેક્સીનને હૈદરાબાદમાં આવેલી ફાર્મા કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપનીએ બનાવી છે. આ વેક્સીનને ગયા મહિને 12થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.
કેટલી સેફ છે આ વેક્સીન
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપનીને પોતાની વેક્સીનની ટ્રાયલ 5થી 18 વર્ષના બાળકો પર કરવાની અનુમતિ મળી હતી. આ ઉંમરમાં થયેલા ફેઝ-2 અને 3માં ક્લિનિકલ ટ્રાયલમાં આ વેક્સીન સુરક્ષિત અને અસરદાર સાબિત થઈ છે.
2 મિનિટમાં તૈયાર થનાર મેગી આજથી 2 રૂપિયા મોંઘી મળશે, કંપનીએ ભાવ વધારાનું કારણ જણાવ્યું
કઈ રીતે લાગશે આ વેક્સીન
ભારતમાં અત્યારે જે રીતે કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીન લગાવવામાં આવી રહી છે. આ વેક્સીન પણ તેવી જ રીતે લગાવવામાં આવશે. તે પણ ઈન્ટરમસ્ક્યુલર છે. જેને ઈન્જેક્શન દ્વારા શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવશે. આ વેક્સીનના બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે.
12 વર્ષની ઉપરના બાળકો માટે કઈ-કઈ વેક્સીન:
1. કોવેક્સીન: ભારત બાયોટેકે 2થી 18 વર્ષ સુધીના બાળકો પર કોવેક્સીનની ટ્રાયલ કરી હતી. તેને અત્યારે 12 વર્ષથી ઉપરના બાળકો પર ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કોવેક્સીન અત્યારે 15થી 18 વર્ષના તરૂણોને લગાવવામાં આવી રહી છે.
2. ઝાયકોવ-ડી: ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને ગયા વર્ષે ઓગસ્ટમાં મંજૂરી મળી હતી. આ વેક્સીન 12 વર્ષથી ઉપરના તમામ માટે છે. આ વેક્સીન અત્યારે વયસ્કને આપવામાં આવી રહી છે. 18થી ઓછી ઉંમરના બાળકોને આ વેક્સીન આપવામાં આવતી નથી.
3. કોર્બેવેક્સ: બાયોલોજિકલ ઈની વેક્સીન કોર્બેવેક્સને સરકારે ડિસેમ્બર 2021માં ઉપયોગની મંજૂરી આપી હતી. ફેબ્રુઆરીમાં તેને 12થી 18 વર્ષના બાળરો પર ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. 12થી 14 વર્ષના બાળકોને આ વેક્સીન આપવામાં આવશે.
4. કોવોવેક્સ: આ વેક્સીનને પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ અમેરિકી કંપની નોવાવેક્સની સાથે મળીને બનાવી છે. કોવોવેક્સને પણ ડિસેમ્બરમાં જ મંજૂરી મળી ગઈ હતી. તેને આ મહિને 12થી 17 વર્ષના બાળકો પર ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.
રસીકરણના પ્રોગ્રામમાં બીજું શું
12થી 14 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ થવા ઉપરાંત હવે સરકારે 60 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનને વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિ-કોશન ડોઝ લગાવવામાં આવશે. બધા સિનિયર સિટીઝનને 16 માર્ચથી જ પ્રિ-કોશન ડોઝ લગાવવામાં આવશે. અત્યાર સુધી 60 વર્ષથી ઉપરના તે તમામ સિનિયર સિટીઝનને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવી રહી હતી, જે કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube