કોરોનાઃ વેક્સીનને લઈને પીએમ મોદીએ યોજી મહત્વની બેઠક, અધિકારીઓની સાથે કર્યું મંથન

કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે આજે પીએમ મોદીએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કોવિડ વેક્સીનને લઈને મંથન કર્યું હતું.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસની વેક્સીન બનાવવાને લઈને મહત્વની બેઠક યોજી હતી. દેશમાં કોરોના વાયરસની વેક્સીન બનાવવાને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ઘણઈ એજન્સીઓ તેમાં લાગી છે.
આજે પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી, જેમાં દેશના ઘણા મોટા અધિકારી અને વૈજ્ઞાનિક સામેલ થયા હતા. મહત્વનું છે કે ભારત સરકારની મદદથી વેક્સીન બનાવવા અને તેના રિસર્ચનું કામ ચાલી કર્યું છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કેયર્સ ફંડમાંથી કેટલુક ફંડ આ રિસર્ચ માટે પણ આપ્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ કે, તે ટેક્નોલોજીની મદદ લઈને સમય પર વેક્સીન બનાવે. આ સિવાય મોટી સંખ્યામાં વેક્સીન કઈ રીતે બની શકે તેની તૈયારી કરે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોરોના વેક્સીનને લઈને એક સારા સમાચાર આવ્યા હતા. ભારતમાં કોવિડ-19ની પ્રથમ વેક્સીન કોવૈક્સીન તૈયાર કરી લેવામાં આવી છે. તેને ભારત બાયોટેકે બનાવી છે. ખુશખબરી તે છે કે આ વેક્સીનને માણસો પર અજમાવવા (હ્યૂમન ટ્રાયલ)ની મંજૂરી મળી ગઈ છે. ભારત બાયોટેકને સોમવારે આ મંજૂરી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ આપી છે.
5જીની રેસમાંથી બહાર થઈ શકે છે ચીની કંપની Huawei, મોદી સરકારના મંત્રીઓએ યોજી બેઠક
આ કંપની હવે જુલાઈથી હ્યૂમન ટ્રાયલ શરૂ કરી દેશે, ત્યારબાદ તેની અસર પર નિર્ણય થશે. જો દેશમાં કોરોનાની અસર જોવામાં આવે તો, ઝડપથી આંકડા વધી રહ્યાં છે. મંગળવાર સુધી દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 5.50 લાખ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 17 હજારની નજીક પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube