કોવિડ-19: દેશમાં પ્રથમવાર એક દિવસમાં 6000થી વધુ કેસ નોંધાયા, કુલ સંક્રમિતો 1.22 લાખ
દેશમાં લૉકડાઉન-4 લાગૂ થયા બાદ અચાનક કોરોના વાયરસના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર એક દિવસમાં રેકોર્ડ 6000 કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 6 હજારથી વધુ મામલા આવવાની સાથે અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા શુક્રવારે સાંજે આશરે 1.22 લાખ પહોંચી ગઈ છે. તો સરકારનું કહેવું છે કે વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશમાં 25 માર્ચથી લાગૂ લૉકડાઉન અત્યંત પ્રભાવી રહ્યું છે. જો લૉકડાઉન કરવામાં આવ્યું ન હોત તો અત્યાર સુધી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી શકી હોત.
પરંતુ આ વચ્ચે આરબીઆઈનું કહેવું છે કે શરૂઆતી દિવસોમાં કોવિડ-19 મહામારીને કારણે અર્થવ્યવસ્થાને થનારા નુકસાનનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેના મુકાબલે તેનો પ્રભાવ ખુબ વ્યાપક અને ગંભીર થયો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં ડિસેમ્બરમાં કોવિડ 19નો પ્રથમ કેસ સામે આવ્યા બાદ વિશ્વભરમાં 51.3 લાખ લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે જ્યારે 3.3 લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે.
36-70 લાખ લોકો સંક્રમણથી બચ્યા
વિભિન્ન અભ્યાસો અને સંશોધનોનો હવાલો આપતા સરકારી અધિકારીઓનું કહેવું છે કે કોવિડ-19 મહામારી ઉન્મૂલન માટે જો સમય પર, તબક્કાવાર રીતે, વધુ સક્રિય અને પહેલાની સ્થિતિનો અંદાજ લગાવી જાહેર સ્વાસ્થ્ય સંબંધી ઉપાયના રૂપમાં લૉકડાઉન લાગૂ ન કરવામાં આવ્યું હોત તો ભારતમાં 2.1 લાખ લોકોના કોરોનાને કારણે મૃત્યુ થઈ શક્યા હોત.
COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે 25 માર્ચથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ છે. તેનો ચોથો તબક્કો 18 મેથી શરૂ થયો છે અને 31 મે સુધી યથાવત રહેશે. પરંતુ આ તબક્કામાં અર્થતંત્રને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી છૂટછાટ આપી છે.
અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર લાવવા ન માત્ર આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે પરંતુ તબક્કાવાર રીતે સોમવાર 25 મેથી ઘરેલૂ ઉડાનને પણ છૂટ આપવામાં આવી છે. આ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે કહ્યું કે, આર્થિક પરિસ્થિતિઓ પર કોવિડ 19નો જે પ્રભાવ પડ્યો છે તે પહેલાં કરેલા અનુમાનોની તુલનામાં ખુબ ગંભીર છે અને અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોની સ્થિતિ ખરાબ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube