નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મહામારી કોરોના વાયરસને લઈને ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કોરોના વાયરસના વધતા ખતરાને જોતા દિલ્હી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી પગલાંની જાણકારી આપી હતી. મુખ્યપ્રધાન કેજરીવાલે લોકોને ગરમાં રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકો બની શકે તો ઘરેથી કામ કરે. ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓ ઘરેથી કામ કરે તેના પર ભાર આપે. સીએમ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીના તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુધી બંધ રહેશે. લોકો માત્ર ભોજન પેક કરાવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના 10 મામલા સામે આવ્યા છે, જેમાં 2 લોકો સ્વસ્થ થઈ ગયા છે. મુખ્યપ્રધાને કહ્યું કે, દિલ્હીમાં તમામ કોલેજ, આઈટીઆઈ બંધ કરી બંધ કરવામાં આવ્યા છે. તમામ બસોને બસ ડિપો પર ડિસ ઇન્ફેક્શન કરવામાં આવશે. સવારે 10થી સાંજે 6 સુધી ગાડીઓને ડિસ ઇન્ફેક્શન કરવામાં આવશે. 


કોરોનાઃ સરકારનો મોટો નિર્ણય, 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાનોના લેન્ડિંગ પર પ્રતિબંધ 


કોરોના વાયરસથી વિશ્વભરમાં 9020 લોકોના મોત
કોરોના વાયરસે વિશ્વબરમાં તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 712 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી સૌથી વધુ ઝપેટમાં યૂરોપ છે. આ ઘાટક વાયરસથી યૂરોપમાં મરનારનો આંકડો 4134 સુધી પહોંચી ગયો છે. જ્યારે ચીન સહિત એશિયામાં કુલ 3416 લોકોના મોત થયા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...